મધ્ય પ્રદેશ / ગામના 20 યુવાનોએ 27 વર્ષ પૂર્વે શહીદ થયેલા જવાનના પત્ની રાજુબાઈને પાકું મકાન ભેટ કર્યું

નવું ઘર
નવું ઘર
જૂનું ઘર
જૂનું ઘર

  • રાજુબાઈ દર રક્ષાબંધને આ યુવકોને રાખડી બાંધતાં હતાં
  • 20 યુવકોએ ત્રણ મહિનામાં 11 લાખ રૂપિયા ભેગા કર્યા
  • ગામમાં શહીદ જવાન મોહનલાલનું સ્ટેચ્યૂ પણ બનશે
  • રાજુબાઈનો મોટો દીકરો હાલ બીએસએફમાં જોડાયો છે

Divyabhaskar.com

Aug 17, 2019, 12:35 PM IST

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લાના પીર પીપલીયા ગામમાં બીએસએફ જવાન મોહનલાલ સુંદર વર્ષ 31 ડિસેમ્બર, 1992ના રોજ ત્રિપુરામાં શહીદ થયા હતા. 27 વર્ષથી તેમનાં વિધવા પત્ની રાજુબાઈ એક નાનકડી કાચી ઝૂંપડીમાં રહેતાં હતાં. તેમને અત્યાર સુધી સરકાર કે કોઈ બીજા તરફથી કોઈ મદદ મળી નથી. ગુરુવારે એટલે કે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવાનોએ રાજુબાઈને ભેટમાં પાકું મકાન આપ્યું હતું.

ગામના 20 યુવાનોએ રાજુબાઈને સારું મકાન આપવાનું નક્કી કર્યું હતું. તેમણે ફાળો ઉઘરાવ્યો અને તેમાંથી મકાન બનાવી દીધું આ ઉપરાંત તેઓ ગામમાં શહીદ જવાન મોહનલાલ સુંદરનું સ્ટેચ્યૂ પણ બનાવવાના છે.

'રાખડીની કિંમત તો ક્યારેય ચૂકવી નહીં શકીએ'
આ ગ્રુપના લીડર મોહન નારાયણ છે. ગ્રુપના મેમ્બર ભુપેન્દ્ર પંચોલીએ કહ્યું કે, શહીદ જવાનના પત્ની દર રક્ષાબંધને અમારા કાંડા પર રાખડી બાંધે છે. તેમના પતિએ દેશ માટે પોતાનો જીવ કુર્બાન કરી દીધો હતો. આટલા વર્ષથી રાજુબાઈ તેમના સંતાનો સાથે એક ઝૂંપડીમાં રહીને ગુજરાન ચલાવતા. અમે 20 ભાઈઓએ તેમની રાખડીની કિંમત તો જ્યારે ચૂકવી શકીશું નહીં, પણ અમે તેમને એક સારું ઘર ભેટમાં આપવાનું નક્કી કર્યું હતું. માત્ર ત્રણ દિવસમાં અને 11 લાખ રૂપિયા ભેગાં કરી લીધા.

રાજુબાઈ અને તેમના સંતાન માટે આઠ મહિનામાં 10 લાખ રૂપિયાના ખર્ચે પાકું મકાન બનાવી દીધું અને બાકીના રૂપિયામાંથી અમે શહીદ મોહનલાલનું પૂતળું બનાવીશું.

રાજુબાઈએ 20 ભાઈઓના હાથ પર પગ મૂકીને ગૃહપ્રવેશ કર્યો
ગુરુવારે 20 ભાઈઓએ ખુબ જ સુંદર રીતે તેમની બહેનને નવા ઘર સુધી લઈ ગયા હતા. આ બધા ભાઈઓએ જમીન પર પોતાના બંને હાથ મૂકી દીધા હતા જેની પર રાજુબાઈએ પગ મૂકીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. હજુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાતતો એ છે કે, વિધવા રાજુબાઈનો મોટો દીકરો પણ હાલ બીએસએફમાં જોડાયો છે.

15મી ઓગસ્ટે મધ્ય પ્રદેશના સીએમ કમલ નાથે પણ આ કામના વખાણ કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, પીર પીપલીયા ગામના યુવાનોને હું સલામ કરું છું. 27 પૂર્વે શહીદ થયેલા જવાનના પત્નીને પાકું મકાન બનાવી દીધું. તેમનું આ કામ દેશના દરેક લોકોને પ્રેરણા આપે છે.

X
નવું ઘરનવું ઘર
જૂનું ઘરજૂનું ઘર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી