અમર પ્રેમ / 70 વર્ષીય વિજયે બ્લડ કેન્સરને લીધે મૃત્યુ પામેલી પત્ની વીણાની યાદમાં આરસપહાણની મૂર્તિ બનાવડાવી

Chandigarh's Vijay Kumra built a 1100 kg marble staute of his wife who died this year in March.
Chandigarh's Vijay Kumra built a 1100 kg marble staute of his wife who died this year in March.
વિજય તેની પત્ની વીણા સાથે
વિજય તેની પત્ની વીણા સાથે

  • વીણાની આ 5 ફુટ 1 ઇંચની મૂર્તિ 1100 કિલો વજનની છે
  • આ મૂર્તિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે છે 
  • મૂર્તિ તૈયાર થતાં દોઢ મહિનાનો સમય લાગ્યો હતો
  • વિજયે પત્નીની યાદમાં 5 બુક લખી છે

Divyabhaskar.com

Aug 16, 2019, 04:07 PM IST

ચંડીગઢ: દુનિયાની સાત અજાયબીમાંનો એક એવો તાજમહલ પ્રેમનું પ્રતીક છે. તાજમહલ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પ્રિય બેગમ મુમતાઝની યાદમાં બનવ્યો હતો. તેવી જ રીતે, ચંડીગઢમાં 70 વર્ષના વિજય કુમરા પોતાની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં તાજમહલ તો નહીં પણ, તેની આરસપહાણની આબેહૂબ મૂર્તિ બનાવડાવી છે. ગઈકાલે એટલે કે 15મી ઓગસ્ટે તેમની પત્ની વીણાનો જન્મદિવસ હતો. વિજયે વીણાનો જન્મદિવસ પોતાના સંતાનો સાથે અને મૂર્તિ સાથે ઉજવ્યો હતો.

'વીણાનો આત્મા મારી સાથે જ છે'
વિજયે પોતાની પત્નીને યાદ કરતા જણાવ્યું કે, 48 વર્ષ મારી પત્ની સાથે વિતાવેલો સમય મૂલ્યવાન છે. આરસપહાણની આ મૂર્તિ એ જ મારી વીણા છે. તેણે ભલે શરીર છોડી દીધું હોય પણ તેનો આત્મા મારી સાથે જ છે. પત્ની કે પતિ કોઈ પણના મૃત્યુ પછી તેની યાદો સાથે વ્યક્તિ જીવિત રહી શકે છે.

'વીણા મારી પહેલાં મૃત્યુ પામશે તો હું તેની યાદમાં તેની મૂર્તિ બનાવીશ'
વર્ષ 2002માં હું મારી તમામ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો હતો. ત્યારબાદ મેં અને વીણાએ દેશ-વિદેશ ફરવાનું શરુ કરી દીધું હતું. આશરે 10 વર્ષ પહેલાં અમે જ્યારે કન્યાકુમારી જવા માટે રસ્તામાં અમારી કારમાં હતા ત્યારે મેં આગ્રાથી આશરે 60 કિલોમીટર દૂર દસુયા પહોંચ્યા. અહીં આરસપહાણની દેવી-દેવતાની મૂર્તિઓ જોઈને હું પ્રભાવિત થઈ ગયો હતો અને બસ તે સમયે જ મને વિચાર આવ્યો હતો કે જો વીણા મારી પહેલાં મૃત્યુ પામશે તો હું તેની યાદમાં તેની મૂર્તિ બનાવીશ.

'જો મૂર્તિ બની ગઈ તો સારી વાત, નહીં તો પથ્થર ખરાબ'
વિજયે કહ્યું કે, જુલાઈ 2012માં મારી પત્નીને બ્લડ કેન્સર હોવાની ખબર પડી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં તેણે દુનિયાને અલવિદા કહી દીધું. તેનાં મૃત્યુ પછી 13મું કરીને હું તેના ફોટોગ્રાફ્સ લઈને એકલો જ કાર લઈને દસુયા ગયો. અહીંના કારીગરોને મેં વીણા જેવી જ મૂર્તિ બનાવવાની વાત કરી. તે લોકોએ મને કહ્યું કે, અમે માત્ર ભગવાનની જ મૂર્તિઓ બનાવી છીએ. તેમ છતાં તમારી ભાવનાઓનું માન રાખીને અમે પ્રયત્ન અવશ્ય કરીશું. તમારે અમને પથ્થર લાવી આપવો પડશે જો મૂર્તિ બની ગઈ તો સારી વાત, નહીં તો પથ્થર ખરાબ. વિજયે જાતે મહેનત કરીને 2400 કિલોગ્રામનો આરસપહાણ શોધ્યો. ત્યારબાદ કારીગરોએ મૂર્તિ બનાવવાનું શરુ કર્યું. દોઢ મહિનાના સમયમાં વીણાની મૂર્તિ બન બની ગઈ. વિજય આ મૂર્તિને 23 મેના રોજ ઘરે લાવ્યો. વીણાની આ 5 ફુટ 1 ઇંચની મૂર્તિ 1100 કિલો વજનની છે. બે ક્રેનની મદદથી વિજય વીણાની મૂર્તિને ઘરના ફર્સ્ટ ફ્લોર પર મૂકાવડાવી.

વિજયે પત્નીની યાદમાં 5 બુક લખી છે
વિજયે વીણાની મૂર્તિ બનાવડાવવા માટે મેડમ તુસાદ મ્યુઝિયમનો પણ કોન્ટેક્ટ પણ કર્યો હતો, પણ ભારતમાં ગરમ તાપમાનને લીધે મીણની મૂર્તિને સાંભળવી ઘણી અઘરી પડે છે. મૂર્તિ આરસપહાણની હોય કે મીણની તેમાં સૌથી અગત્યની વાત તો ભાવના છે. વીણા માટે મારી ભાવના અને પ્રેમ જ મહત્ત્વના છે. પત્નીની યાદમાં વિજયે અત્યાર સુધી 5 પુસ્તક લખ્યા છે. લોકો વિજયનું મજાક ઉડાવે છે, પણ તેમના સંતાન હંમેશાં પિતાની પડખે જ ઊભા રહે છે, જેથી વિજયને દુનિયા શું કે તેનાથી કોઈ ફર્ક પડતો નથી.

માતાનો બર્થડે આખો પરિવાર ભેગો મળીને ઉજવે છે
વિજયને બે દીકરા અને એક દીકરી છે, ત્રણેયના લગ્ન થઈ ગયા છે. તેમનો એક દીકરો ચંડીગઢ અને બીજો દીકરો ઇંગ્લેન્ડમાં રહે છે. દર વર્ષે વિજયના સંતાનો ભેગા મળીને માતાનો જન્મ ઉજવે છે.

વીણાની મૂર્તિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે છે
વધુમાં વિજયે જણાવ્યું કે, મેં વીણાની મૂર્તિ મામલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સને મેઈલ કર્યો હતો. તેમણે કહ્યું કે, આવો રેકોર્ડ અત્યાર સુધી અમે જોયો નથી. તે લોકો વીણાની આરસપહાણની મૂર્તિ જોવા માટે 12થી 16 અઠવાડિયાંમાં મારા ઘરની મુલાકાત લેવાના છે.

X
Chandigarh's Vijay Kumra built a 1100 kg marble staute of his wife who died this year in March.
Chandigarh's Vijay Kumra built a 1100 kg marble staute of his wife who died this year in March.
વિજય તેની પત્ની વીણા સાથેવિજય તેની પત્ની વીણા સાથે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી