કર્ણાટક / મેંગ્લોરમાં આવેલા મહાત્મા ગાંધીના મંદિરમાં દિવસમાં ત્રણ વાર પૂજા થાય છે

A temple for Mahatma Gandhi in Mangaluru
A temple for Mahatma Gandhi in Mangaluru
A temple for Mahatma Gandhi in Mangaluru

  • બાપુની જન્મજયંતી 2 ઓક્ટોમ્બર અને તેમની પુણ્યતિથિ 31 જાન્યુઆરીના રોજ પ્રાર્થનાસભા યોજાઈ છે

Divyabhaskar.com

Aug 16, 2019, 04:09 PM IST

મેંગ્લોર: કર્ણાટકના મેંગ્લોર શહેરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું એક મંદિર છે. અહીં રોજ ત્રણવાર પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે. દુનિયાને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની શીખ આપનારા બાપુના ફોલોઅર્સ આ મંદિરની મુલાકાત અવશ્ય લે છે.

અહીં આવીને લોકો બાપુએ ચીંધેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈને તેમની ઉપાસના કરે છે. અહીં આવતા ભક્તોને ચા, કોફી કે કેળાં આપવામાં આવે છે. ભક્તો કહે છે કે, આ મંદિરમાં અમને શાંતિનો અહેસાસ થાય છે.

દેશભરમાં લગભગ બધા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા લગાવેલી છે. આ મંદિર એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે, અહીં માત્ર બાપુની મૂર્તિ છે તેવું નથી પણ મંદિરમાં એક પૂજારી છે કે જે ત્રણ વાર એટલે કે સવારે 6 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 6 વાગ્યે પૂજા કરે છે. 13 વર્ષ પહેલાં અહીં માર્બલની પ્રતિમા મૂકી હતી. આ મંદિરનું નિર્માણ સ્થાનિકોની માગ પર કરવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિરમાં દર વર્ષે બાપુની જન્મજયંતી 2 ઓક્ટોમ્બર અને તેમની પુણ્યતિથિ 31 જાન્યુઆરીએ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવે છે.

X
A temple for Mahatma Gandhi in Mangaluru
A temple for Mahatma Gandhi in Mangaluru
A temple for Mahatma Gandhi in Mangaluru
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી