ન્યૂ ઝીલેન્ડ / 26 લોકોની આવડત ધરાવતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોલીસ ઓફિસર ‘એલા’ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે

Divyabhaskar.com

Feb 14, 2020, 07:18 PM IST

વેલિંગ્ટન: ન્યૂ ઝીલેન્ડ પોલીસે તેમની ટીમમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બેઝ્ડ પોલીસ ઓફિસર તૈયાર કરી છે. ‘એલા’ નામની આ એઆઈ ઓફિસર પાઇલોટ પ્રોજેક્ટનો જ એક ભાગ છે. ‘એલા’ દેશના કેપિટલ વેલિંગ્ટનના મુખ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે. માણસ જેવો દેખાવ ધરાવતી એલાને 26 અલગ-અલગ લોકોની આવડત ભેગી કરીને બનાવી છે.

ભવિષ્યમાં દેશના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ‘એલા’ જોવા મળશે
પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓના કામ ઝડપી થાય એટલે તેમની લાઈન ઓછી કરવા એલાને બનાવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, ટેક્નોલોજીના જમાનામાં અમે પબ્લિક સાથે ઈનોવેટિવ રીતે કનેક્ટ થવા માગીએ છીએ. ઈલાના એઆઈ પ્રોજેક્ટ પાછળ એરિન ગ્રેલીનો મહત્ત્વનો ફાળો છે. જો આ પ્રોજેક્ટમાં પોલીસને સફળતા માનશે તો એલા જેવા અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલીસ ઓફિસર અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જોવા મળશે. ન્યૂ ઝીલેન્ડના પોલીસ કમિશ્નર માઈક બુશે કહ્યું કે, હાલ અમે બેઝિક કેપેબિલીટીની મદદથી એલા ડિઝાઇન કરી છે. પોલીસને ડિજિટલ પર્સન ટેક્નોલોજીથી ઘણા ફાયદા થશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી