મુંબઈ / ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ સોન્ગના લેખક સાહિર લુધિયાનવીના પત્રો અને ડાયરી ભંગારની દુકાનમાંથી મળ્યા છે

Mumbai based Film Heritage Foundation, a not for profit NGO, found these items

Divyabhaskar.com

Sep 09, 2019, 10:30 AM IST

મુંબઈ: મુંબઈના જૂહુમાં એક પસ્તી-ભંગારવાળાની દુકાનેથી દંતકથારૂપ શાયર-ગીતકાર સાહિર લુધિયાનવીએ લખેલા પત્રો, કવિતાઓ, ડાયરી અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સનો અમૂલ્ય ખજાનો મળ્યો છે. સાહિર લુધિયાનવીએ 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ અને મૈં પલ દો પલ કા શાયર હૂં' જેવા ફેમસ સોન્ગ લખ્યા છે.

મુંબઈના ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સંસ્થાપક શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે કહ્યું કે, સાહિર લુધિયાનવીની ડાયરીમાં તેઓ રોજ સોન્ગ રેકોર્ડિંગ માટે ક્યાં જશે અને અન્ય તેમની પર્સનલ વાતો પણ લખેલી છે.

આ કાગળમાં અમુક રૂપિયાની નોટ પણ છે. તે સમયે તેમના મિત્ર હરબંસ અને સંગીતકાર રવિએ તેમને લખેલા તેમના પત્ર પણ સામેલ છે. આ લેટર અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં લખેલા છે. ફાઉન્ડેશને આ ખજાનો 3 હાજર રૂપિયામાં ખરીદ્યો છે. આવનારા સમયમાં આ પત્રો, ડાયરી અને ફોટોગ્રાફ્સને તેઓ એક્ઝિબિશનમાં મૂકવાનું રહ્યા છે.

X
Mumbai based Film Heritage Foundation, a not for profit NGO, found these items
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી