તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદયપુરમાં 300 વર્ષથી પાણી પર કૃષ્ણલીલાનું પેન્ટિંગ બનાવવામાં આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પેન્ટિંગને જળ સાંજી કહેવાય છે
  • એક પેન્ટિંગ તૈયાર કરતા 6થી 10 કલાક લાગે છે

ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુર શહેરમાં પાણી પર પેન્ટિંગ કરવામાં આવે છે. આશરે સાડા ત્રણસોથી પણ જૂની આ કળા છે. તેને જળ સાંજી કહેવાય છે. ખાસ કરીને આ આર્ટ કૃષ્ણના મંદિરમાં બનાવવામાં આવે છે. શહેરના જગદીશ ચોકમાં આવેલ ગોવર્ધનનાથ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી જળ સાંજી બનાવી રહેલા 60 વર્ષીય રાજેશ વૈષ્ણવે કહ્યું કે, જળ સાંજીમાં  મોટા ભાગે કૃષ્ણલીલાને કંડારવામાં આવે છે
આ પેન્ટિંગને બનાવવા સરળ નથી. એક વાસણમાં પાણીને સ્થિત રાખવું પડે છે. થોડી પણ હવાને લીધે આખી મહેનત નકામી જઈ શકેછે. જળ સાંજી તૈયાર કરતા પહેલાં મંદિરના દરેક દરવાજા અને બારીઓ બંધ કરી દેવામાં આવે છે અને પરદા લગાવી દેવાય છે.  ત્યારબાદ પાણી પર સૂકા રંગથી ચિત્ર બનાવવામાં આવે છે. એક જળ સાંજી તૈયાર કરવામાં 6થી 10 કલાક લાગે છે.

અન્ય સમાચારો પણ છે...