લંડન / ગુજરાતી ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેન્ટિંગ 'ટુ મેન ઇન બનારસ'ની 22 કરોડ રૂપિયામાં હરાજી થઈ

Divyabhaskar.com

Jun 12, 2019, 09:40 AM IST
Khakhar’s Two Men in Benares fetches over Rs 22 crore at Sotheby’s

  • ચિત્રકાર ભૂપેન ખખ્ખરના પેન્ટિંગની હરાજી વર્ષ 2017માં સોથબી ઓક્શન હાઉસમાં 9.4 કરોડ રૂપિયામાં થઈ હતી

અજબ-ગજબ ડેસ્ક: ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેન્ટિંગ 'ટુ મેન ઇન બનારસ'ની હરાજી થઈ. આ હરાજીમાં પેઇન્ટિંગ રેકોર્ડ બ્રેક કિંમત એટલે કે 22 કરોડ રૂપિયામાં નિલામ થયું છે. આ હરાજી લંડનના સોથબી ઓક્શન હાઉસમાં થઈ હતી. ભૂપેન ખખ્ખર ભારતના પ્રથમ ગે ચિત્રકાર હતા. વર્ષ 1986માં તેમણે સમલૈંગિકતાને દર્શાવતું 'ટુ મેન ઇન બનારસ' પેન્ટિંગ દોર્યું હતું. વર્ષ 2003માં ગુજરાતના બરોડા શહેરમાં તેમનું મૃત્યુ થયું હતું.' ટુ મેન ઇન બનારસ' પેન્ટિંગને કોફૂપ્સ દે કોઇનરે ખરીદ્યું છે.

પેન્ટિંગને' ધ ગે એન્ડ એલેન બાર્બીઅર ફેમિલી કલેક્શન'માં મૂકવામાં આવશે. આ કલેક્શનમાં 20મી સદીની ભારતની 29 કલાકૃતિઓનો સંગ્રહ પણ છે. સોથબી ઓક્શન હાઉસે તેની વેબસાઈટ પર લખ્યું છે કે, પેન્ટિંગમાં બે નગ્ન પુરુષો એકબીજાને આલિંગન કરતા દેખાડ્યા છે. આ આર્ટમાં હોમોસેક્સ્યુઅલ લવની એક સુંદર ઝલક જોવા મળે છે.

આ ઓક્શનમાં બીજા પેન્ટિંગ્સની પણ હરાજી થઈ હતી, જેમાં કુલ કિંમતની અડધી કિંમત માત્ર ભૂપેન ખખ્ખરના પેઇન્ટિંગમાં મળી હતી. આ આર્ટવર્કની પહેલાં ચિત્રકાર ભૂપેન ખખ્ખરના પેન્ટિંગની હરાજી વર્ષ 2017માં સોથબી ઓક્શન હાઉસમાં 9.4 કરોડ રૂપિયામાં થઈ હતી.

X
Khakhar’s Two Men in Benares fetches over Rs 22 crore at Sotheby’s
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી