ઈમાનદારી / કેન્યાના સાંસદ ભારતમાં પોતાનું 30 વર્ષ જૂનું રૂ. 19,250નું દેવું ચૂકવીને ઋણમુક્ત થયા

kenya's MP Richard nyagaka return 250 uro instead of 200 ruppees, that was taken 30 years ago

  • 30 વર્ષ પહેલા રિચર્ડ ન્યાગકા મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ શહેરમાં અભ્યાસ માટે આવ્યા હતા 
  • દુકાનદારને આપમેળે શોધીને વર્ષો જૂનું ઋણ ચુૂકવ્યું 
  • રિચર્ડ અભ્યાસ માટે ચાર વર્ષ ઔરંગાબાદ રોકાયા હતા
  • ઉધાર ચૂકવ્યા વગર વિદેશ જવાની વાત તેમના મનમાં ઘર કરી ગઈ હતી 

Divyabhaskar.com

Jul 09, 2019, 01:03 PM IST

અજબ ગજબ ડેસ્ક: કેન્યાના સાંસદ અને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ રિચર્ડ ન્યાગકા ટોંગી છે. તેમણે વર્ષ 1985થી 1989 સુધી ઔરંગાબાદની મૌલાના આઝાદ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કરવા માટે તેઓ કોલેજની સામે જ આવેલા એક ભાડાના મકાનમાં રહેતા હતા, મકાનમાલિકની તે સમયે કરિયાણાની દુકાન હતી, જેમાંથી તેઓ સામાન લાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સામાનની ખરીદી દરમિયાન તેમના માથે 200 રૂપિયાનું કરજ ચઢ્યું હતું.

રિચર્ડે સ્વદેશ પરત ફરીને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ 'ન્યારીબરી ચાચી' ક્ષેત્રના સાંસદ બન્યા. પરંતુ સાંસદ બન્યા બાદ પણ તેમને વર્ષો પહેલાની ઉધારી યાદ હતી. તેમના મનમાં એક જ સવાલ હતો કે, જો આ ઉધારની રકમ મકાનમાલિકને ન ચૂકવી તો તેઓ ઈશ્વરને શું જવાબ આપશે. ગત અઠવાડિયે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત માટે કેન્યાનું એક પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું, જેમાં રિચર્ડ પણ સામેલ હતા.

રાજધાની દિલ્હીમાં યોજાયેલો એક કાર્યક્રમ પતાવીને તેઓ પોતાની ડોક્ટર પત્ની સાથે ઔરંગાબાદ આવ્યા હતા. 30 વર્ષ પહેલાં તેઓ વાનખેડે નગરમાં રહેતા હતા, ત્યાં હવે બધું જ બદલાઈ ગયું હતું, રિચર્ડ સૌને એમ પૂછતા હતા કે, જે કાકા બનિયાન પહેરીને દુકાન ચલાવતા હતા તે ક્યાં રહે છે. એવું પૂછતાં પૂછતાં બે કલાકની જહેમત બાદ મકાનમાલિક કાશીનાથ માર્તંડરાવ ગવળી સાથે તેમનો ભેટો થયો હતો.

રિચર્ડે કાશીનાથને પોતાનો પરિચય આપી વર્ષો જૂની વાત યાદ કરાવી. તે સમયની બાકી રહેલી 200 રૂપિયાની ઉધારીનો પણ ઉલ્લેખ કર્યો. રિચર્ડે 200 રૂપિયાને બદલે 250 યુરો (19250 રૂપિયા) આપીને પોતાની ઉધારી ચૂકવી રાહતનો શ્વાસ લીધો હતો. 1980ના દાયકામાં કાશીનાથે વિદેશી વિદ્યાર્થીઓને રહેવા માટે ભાડેથી રુમો આપી હતી, જેમાંથી એક ભાડુઆત રિચર્ડ પણ હતા. કાશીનાથની શ્રી કૃષ્ણ નામની દુકાનમાંથી જ તેઓ સમાન લાવતા હતા. ઉતાવળે પોતાના દેશ પરત ફરતા રિચર્ડ ઉધારી ચૂકવવાનું ભૂલ્યા હતા. સાંસદ બન્યા બાદ પણ આટલાં વર્ષો પછી ઉધારની રકમ પરત કરીને તેમણે આદર્શ વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

X
kenya's MP Richard nyagaka return 250 uro instead of 200 ruppees, that was taken 30 years ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી