તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • John Oliver Returns To School After 3 Years Of Fighting Cancer Teachers And Other Students Welcomed Him By Clap

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર સામે 3 વર્ષ લડત આપ્યા પછી સ્કૂલે પરત ફરતા જોન ઓલિવરનું તાળીઓથી સ્વાગત કરાતો વીડિયો વાઇરલ થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2019માં 27 ડિસેમ્બરના રોજ જોનની છેલ્લી કિમોથેરપી થઈ
 • 2016માં જોનને કેન્સર હોવાનું માલુમ પડ્યું હતું

ઓહિઓ: કેન્સર સામે લડત આપીને રોજિંદા જીવનમાં પરત ફરવું એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ જ સંઘર્ષની ગાથા હોય છે. અમેરિકાના ઓહિઓમાં રહેતા 6 વર્ષીય જોન ઓલિવરે કેન્સરને સાઈડ પ્લીઝ કરીને સ્કૂલે પરત ફર્યો છે. તેની હિંમત અને સંગર્ષગાથાને સન્માન આપવા માટે સ્કૂલના તમામ વિધાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓની ગળગળાટ સાથે જોનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.  અનોખા સ્વાગતનો પ્રેરણાદાયી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.


વર્ષ 2016માં જોનને એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા નામાનાં કેન્સરે પોતાનો ભોગ બનાવ્યો હતો. ત્યારે જોન માત્ર 3 વર્ષનો હતો. વર્ષ 2019માં 27 ડિસેમ્બરના રોજ જોનની છેલ્લી કિમોથેરપી થઈ હતી. હાલ જોન સ્વસ્થ છે. ગત શુક્રવારથી જોન સ્કૂલે પરત ફર્યો છે. સ્કૂલમાં તેનું સ્વાગત જોઈને તે અભિભૂત થયો હતો.

સંઘર્ષ ભર્યા 3 વર્ષ
2016માં અચાનક જોન ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં જોનના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ટેસ્ટનાં પરિણામમાં જાણવા મળ્યું હતું કે જોનને કેન્સર છે. 3 વર્ષની સારવાર બાદ હવે જોન સ્વસ્થ છે.

પિતાએ આભાર માન્યો
ઓલિવર સેન્ટ હેલન કેથોલિક સ્કૂલમાં અભ્યાસ કરે છે સ્કૂલના આચાર્ય પેટ્રિકના જણાવ્યા અનુસાર વિતેલો સમય જોન માટે મુશ્કેલીભર્યો હતો. સ્કૂલમાં ફરી અભ્યાસ કરવા માટે જોનને તમામ સપોર્ટ આપવામાં આવ્યો હતો. જોનના પિતાએ તેમની મદદ કરવા માટે પરિવાર, મિત્રો, સ્કૂલ અને હોસ્પિટલનો આભાર માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો