હટકે રાખડી / સુરતની જ્વેલરી શોપે તિરંગા અને કલમ 370 થીમ પર સોના-ચાંદીની રાખડી બનાવી

jewellery shop in surat selling tricolour theme rakhis

  • ચાંદીની રાખડી 500 રૂપિયાથી શરુ થાય છે

Divyabhaskar.com

Aug 13, 2019, 01:02 PM IST

સુરત: આ વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બંને તહેવાર એક જ દિવસે છે. રાજ્યભરમાં રક્ષાબંધનની સાથોસાથ સ્વતંત્રતા દિનની પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેશમાં અનેક જગ્યાએ લોકો કલમ 370 અને 35A નાબૂદ થઈ હોવાની ઉજવણી કરી રહ્યા છે, તેવામાં સુરત શહેરના એક જ્વેલરી શોપે અનોખી રાખડી બનાવી છે. આ રાખડીમાં બંને તહેવારનું કોમ્બિનેશન છે અને ચાંદીની રાખડીની કિંમત 500 રૂપિયાથી શરુ થાય છે.

સોના અને ચાંદીમાંથી બનાવેલી આ રાખડીની થીમ આર્ટિકલ 370 અને 35A પર રાખી છે. રાખડીમાં ઇન્ડિયાનો નક્શો અને રાષ્ટ્રધ્વજ પણ બનાવેલો છે. જ્વેલરી શોપના માલિકે કહ્યું કે, દર વર્ષે રાખડી માટે અમે યુનિક કોન્સેપ્ટ લઈને આવીએ છીએ. હાલ દેશમાં પોલિટિકલ વાતાવરણ જોઈને અમે 370 કલમ ખતમ કરવા મુદ્દે રાખડી બનાવવાનું વિચાર્યું હતું. અમે ગ્રાહકોની ચોઈસ અને અફોર્ડેબલ પ્રાઇસને ધ્યાનમાં રાખીને સોના અને ચાંદીની રાખડી બનાવી છે. અમને ખુશી છે કે, ગ્રાહકોને આ થીમની રાખડી ગમી રહી છે.

X
jewellery shop in surat selling tricolour theme rakhis

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી