તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jeppes Companies Ban Women From Wearing Glasses In Office, Saying Glasses Affects Business

જેપનીસ કંપનીઓએ ઓફિસમાં સ્ત્રીઓનાં ચશ્માં પહેરવા પર પ્રતિબંધ લાદ્યો, કહ્યું, સુંદરતા પર અસર પડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓનું કહેવું છે કે ચશ્માં પહેરવાથી સુંદરતા પર અસર પડે છે, જેનાથી ક્લાયન્ટ્સ જતા રહે છે
  • એરલાઈન્સથી લઈને રેસ્ટોરાં સુધીનાં ક્ષેત્રોની કેટલીયે ખાનગી કંપનીઓમાં સ્ત્રીઓ ચશ્માં પહેરીને કામ નથી કરી શકતી

ટોક્યોઃ સામાન્ય રીતે ઓફિસોમાં કલાકો સુધી કમ્પ્યુટરની સામે કામ કરવાને કારણે ભલભલા લોકોને ચશ્માં આવી જ જાય છે. પરંતુ કોઈ કંપની ચશ્માં પહેરવા પર જ પ્રતિબંધ મૂકી દે તો? વાત વાહિયાત લાગે છે, પરંતુ જપાનમાં ખરેખર આવું બની રહ્યું છે. ત્યાંની કેટલીયે કંપનીઓએ પોતાને ત્યાં કામ કરતી મહિલા કર્મચારીઓ પર ચશ્માં પહેરીને કામ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમનું કહેવું છે કે સ્ત્રીઓ જ્યારે ચશ્માં પહેરીને કામ કરવા આવે છે ત્યારે તેમની સુંદરતા ઘટી જાય છે અને તેની સીધી અસર તેમના ગ્રાહકો પર પડે છે, અને સરવાળે કંપનીનો બિઝનેસ ઘટે છે.


આવા તઘલખી નિર્ણયને કારણે કંપનીઓ સ્વાભાવિક રીતે જ વિવાદમાં સપડાઈ છે. એટલે જ કંપનીઓ હવે એવી સફાઈ આપતી ફરે છે કે એમણે આવો કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. ગયા અઠવાડિયે જેપનીસ અખબારોમાં છપાયેલા એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયેલો. અલબત્ત, કંપનીઓ પોતાની કઈ પોલિસીને આધારે આવો વિચિત્ર લગાવી શકે તે જાણવા મળ્યું નથી.

સોશિયલ મીડિયા પર ‘ગ્લાસીઝ આર ફરબિડન’ હેશટેગ વાઈરલ

  • મીડિયા રિપોર્ટ્સ કહે છે કે એરલાઈન્સથી લઈને રેસ્ટોરાં સુધીની સર્વિસ સેક્ટરની કેટલીયે ખાનગી કંપનીઓમાં સ્ત્રીઓ ચશ્માં પહેરીને કામ કરી શકતી નથી. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ‘ગ્લાસીઝ આર ફરબિડન’ (ચશ્માં પર પ્રતિબંધ છે) હેશટેગ વાઈરલ થયો છે. જપાનની ક્યોતો યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં પ્રોફેસર એવાં કુમિકો નેમોતોનું કહેવું છે કે એમના દેશમાં આજની તારીખે પણ જરી-પુરાણી વિચારસરણી થોંપવામાં આવી રહી છે. આ મહિલા પ્રોફેસરે આક્રોશ ઠાલવ્યો કે,‘મને સમજાતું નથી કે સ્ત્રીઓને ચશ્માં પહેરવાની છૂટ શા માટે નથી અને પુરુષો પર આ પ્રતિબંધ શા માટે લાગુ પાડવામાં નથી આવ્યો? આ હાડોહાડ અન્યાયી છે અને ભેદભાવ છે.’
  • ઘણા લોકોનું કહેવું છે કે આનો અર્થ એ થયો કે કંપનીઓને સ્ત્રીઓનાં કામથી નહીં, બલકે તેમની સુંદરતાથી જ મતલબ છે.
  • જોકે જાપાનમાં આ પ્રકારનાં વાહિયાત ફરમાન નવી વાત નથી. અગાઉ જાપાનમાં ફ્યુનરલ પાર્લર (મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે શબને તૈયાર કરવાની સર્વિસ આપતી જગ્યાઓ)માં કામ કરતી સ્ત્રીઓને હાઈ હીલ પહેરવા પર પ્રતિબંધ મુકાયો હતો. તે પછી એક અભિનેત્રીએ ઓનલાઈન પિટિશન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અન્ય એક કંપનીએ મહિલા કર્મચારીઓને વજન ઘટાડવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, તમામ મહિલા કર્મચારીઓને બરાબર મેકઅપ કરીને આવવાનો પણ આદેશ ફટકાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...