જાપાન / ઓફિસ પર પોતાનાં બાળકને ન લઈ જઈ શકતી હોવાથી 28 ટકા માતાઓએ નોકરી છોડી દીધી

Japan's day care crisis is turning working moms into activists

  • વર્ષ 2023 સુધીમાં દેશને હજુ વધારે 2,79,000 ડે કેર સેન્ટરની જરૂર પડશે

Divyabhaskar.com

Jul 09, 2019, 04:21 PM IST

અજબ-ગજબ ડેસ્ક: જાપાનમાં દર મહિને 25થી 30 દંપતી બાળકો માટે વ્યવસ્થિત ડે કેર સેન્ટરની સુવિધા ન મળવાને કારણે ચિંતામાં છે. દેશમાં આશરે 28 ટકા મહિલાઓને પોતાના બાળકો માટે નોકરી છોડી દેવી પડી છે. અત્યાર સુઘી આશરે 50 હજાર બાળકો વેટિંગ લિસ્ટમાં છે. આ સમસ્યા સામે લડવા માટે મહિલાઓ પોતાનો અવાજ ઊઠાવીને અભિયાન ચલાવી રહી છે.

વાત એમ છે કે, જાપાનમાં ડે કેરનું સંચાલન સરકાર કરે છે. સરકારી કામકાજ હોવાથી દરેકને તેની સુવિધા મળતી નથી. 43 વર્ષીય તાઓ અમાનોએ માતા-પિતાની મદદ કરવા માટે 'મિરાઓ' નામની સંસ્થા શરુ કરી છે.

તાઓની સંસ્થાએ #IWantDaycare નામનાં અભિયાનની શરૂઆત કરી છે. જે માતા-પિતાને ડે કેર તરફથી સરખો રિસ્પોન્સ કે રિજેક્શન મળ્યું હોય તેમની વ્યથા આ સંસ્થા સાંભળે છે. વર્ષમાં એકવાર તેઓ દેશના મોટા નેતાને મળીને સમસ્યા જણાવે છે.

દેશમાં હાલ મોટા ભાગની મહિલાઓ માતામાંથી એક પ્રદર્શનકારી બની ગઈ છે. દેશમાં ડે કેર માટે એક અભિયાન સ્થાનિક લીડર યુકા ઓગાતા ચલાવે છે. તેમને બાળકો સાથે કુમાતોતો કાઉન્સિલમાં આવવા પર રોક મૂકી દેવામાં આવી હતી. પરંતુ તેમણે અભિયાન ચલાવીને નિયમ બદલાવી દીધા. હવે તે ઘરેથી જ કામ કરે છે અને તેને પોતાના બાળકને ડે કેરમાં મૂકવાની પણ કોઈ જરૂર નથી.

જાપાનની ઇન્સ્ટિટ્યૂટનાં રિસર્ચ પ્રમાણે વર્ષ 2023 સુધીમાં દેશને હજુ વધારે 2,79,000 ડે કેર સંસ્થાની જરૂર પડશે, જો આમ થશે તો જ વધારે મહિલાઓ નોકરી કરવા જઈ શકશે

X
Japan's day care crisis is turning working moms into activists
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી