રેકોર્ડ / જાપાનના ચિતેત્સુ વતનાબે દુનિયાના સૌથી મોટી ઉંમરના જીવિત પુરૂષ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ સામેલ

Divyabhaskar.com

Feb 14, 2020, 03:18 PM IST

ટોક્યો: જાપાનના ચિતેત્સુ વતનાબે દુનિયાના સૌથી મોટી ઉંમરના જીવિત પુરૂષ બની ગયા છે. 12 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમની ઉંમર 112 વર્ષ 344 દિવસની હતી. તેમનો જન્મ 5 માર્ચ, 1907માં થયો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે બુધવારે તેમને ઘરે જઈને સર્ટિફિકેટ આપ્યું હતું.

ચિતેત્સુ આઠ બાળકોના પિતા છે. તે ખેતરમાં કામ કરતા હતા. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ક્યારેય નારાજ થતા નથી અને મોટા અવાજે વાત નથી કરતા. હંમેશાં હસતા રહે છે. તેઓ એગ્રિકલ્ચરલમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તાઇવાન જતા રહ્યા અને ત્યાં શેરડીના ખેતરમાં કામ કરવા લાગ્યા. પત્ની અને બાળકો સાથે ત્યાં 18 વર્ષ રહ્યા. ત્યારબાદ બીજા વિશ્વ યુદ્ધમાં સેનામાં કામ કર્યું. ત્યારબાદ જન્મસ્થળ પર પરત ફર્યા અને સરકારી ઓફિસમાં રિટાયરમેન્ટ સુધી કામ કર્યું. આ દરમ્યાન તેઓ પોતાના ખેતરમાં શાક અને ફળ ઉગાડતા હતા.

આ પહેલાં જાપાનમાં જ સૌથી મોટી ઉંમરના પુરુષ માસાજો નોનાકો હતા જેમનું નિધન 12 જૂન 2013ના રોજ થયું હતું. ત્યારે તેમની ઉંમર 113 વર્ષ 54 દિવસની હતી. હાલ દુનિયાની સૌથી મોટી જીવિત મહિલા તનાકા છે. તેમની ઉંમર 117 વર્ષ છે.

તનાકા

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી