લો બોલો / જાપાનના અબજોપતિ યુસાકુ મિઝાવા ચંદ્ર પર પાર્ટનર સાથે જવા મહિલાની શોધમાં

Japanese billionaire to seek life partner, ask for applications to go to the moon

  • મહિલા સિંગલ અને 20 વર્ષ કરતાં વધારે ઉંમરની હોવી જોઈએ
  • એલન મસ્કની સ્પેસએક્સ કંપની તરફથી ચંદ્રનો સફર કરનારા પ્રથમ પ્રાઇવેટ પેસેન્જર પણ છે

Divyabhaskar.com

Jan 14, 2020, 04:09 AM IST

ટોક્યો: જાપાનના ફેશન ટાયકૂન યુસાકુ મિઝાવા હાલ ચંદ્રની સફર કરવા માટે પાર્ટનર શોધી રહ્યા છે. તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ એપ્લિકેશન ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી,2020 છે. ઉલ્લેખનીય છે કે, તેઓ એલન મસ્કની સ્પેસએક્સ કંપની તરફથી ચંદ્રનો સફર કરનારા પ્રથમ પ્રાઇવેટ પેસેન્જર પણ છે. હવે આ પ્રવાસમાં તેઓ મહિલાને પણ પોતાની સાથે લઈ જવા માગે છે.

યુસાકુને અંતરિક્ષની બહાર પ્રેમ મહેસૂસ કરવો છે
યુસાકુએ ઓનલાઈન ફોર્મમાં જણાવ્યું કે, હું સ્પેશિયલ મહિલા સાથે પ્રવાસનો અનુભવ કરવા માગું છું. મારી વેબસાઈટ પર પ્લાન મેચ-મેકિંગ ઇવેન્ટ માટે મહિલાઓ અરજી આપી શકે છે. હું અત્યાર સુધી જિંદગી મારી રીતે જ જીવ્યો છું. હવે હું 44 વર્ષનો થઈ ગયો છું અને એકલાપણું મહેસુસ કરું છું. આ કારણે હું કોઈ મહિલાનો સાથ ચાહું છું. હું અંતરિક્ષની બહાર મારો પ્રેમ મહેસૂસ કરવા માગું છું.

શરતો
વેબસાઈટ પર મહિલા પ્રવાસી માટે અમુક શરતો મૂકી છે. જેમાં તે સિંગલ હોવી જોઈએ. તેની ઉંમર 20 વર્ષથી વધારે હોવી જોઈએ. અંતરિક્ષમાં જવા બાબતે તેનું વલણ પોઝિટિવ હોવું જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી છે, માર્ચ સુધીમાં મિઝાવા ચંદ્ર પર પોતાની સાથે લઈ જવા પાર્ટનર શોધી લેશે.

જાપાનના 17મા ધનવાન વ્યક્તિ
યુસાકુએ વર્ષ 2010માં ટ્વિટર જોઈન કર્યું હતું. અત્યાર સુધી તેના 68 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. 43 વર્ષીય ઉદ્યોગપતિ તેની ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ બાદ ચર્ચામાં આવ્યા હતા. બ્રેકઅપની જાણકારી તેમણે ટ્વિટર પર આપી હતી અને તે સમયે તેમના 70 હજાર ફોલોઅર્સ વધી ગયા હતા. ફોર્બ્સના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે યુસાકુ મિઝાવા જાપાનના 17મા સૌથી ધનવાન વ્યક્તિ છે.

થોડા સમય પહેલાં જાપાનના અબજોપતિ ઉદ્યોગપતિ યુસાકુ મિઝાવા તેમના સ્ટેટમેન્ટને લીધે ચર્ચામાં આવ્યા હતા. તેઓ એક સોશિયલ એક્સપરિમેન્ટ માટે ટ્વિટર પર તેમને ફોલો કરતા લોકોને 64 કરોડ રૂપિયા આપવાના છે.

X
Japanese billionaire to seek life partner, ask for applications to go to the moon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી