પંજાબ / જલિયાંવાલા બાગના શહીદ કૂવાને મળશે નવું રૂપ, મ્યૂઝિકલ ફાઉન્ટેન અને 7D થિયેટર બનશે

Jalianwala Bagh's martyrdom well will be seen in new look, lighting and 7D theater will be built
Jalianwala Bagh's martyrdom well will be seen in new look, lighting and 7D theater will be built

  • રિનોવેશન માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
  • રિનોવેશન પૂરું ન થાય ત્યાં સુધી બાગ પ્રવાસીઓ માટે બંધ રહેશે

Divyabhaskar.com

Jun 18, 2019, 09:49 AM IST

અજબ-ગજબ ડેસ્ક: 13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડને આજસુધી કોઈ ભારતીય ભૂલી શક્યું નથી. ગોળીના ઘાથી બચવા માટે અનેક લોકો જીવ બચાવવા કૂવામાં કૂદી પડ્યા હતા, જેમાં પુરુષો, વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકો સામેલ હતાં. તે હત્યાકાંડ બાદ કૂવામાંથી 120 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જલિયાંવાલા બાગને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવા હાલ ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રિનોવેશન માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ભવિષ્યમાં આ જગ્યાની કાયા પલટ કરવાની જવાબદારી ગુજરાતની એક કંપનીને સોંપવામાં આવી છે. આ શહીદ કૂવાને ટૂંક સમયમાં નવા રૂપમાં જોઈ શકાશે.

જલિયાંવાલા બાગમાં આ બદલાવ થશે

  • શહીદ કૂવામાં નીચે સુધી જોવા માટે લાઇટિંગ અને લેન્ડ સ્કેપિંગ હશે.
  • શહીદ ગેલેરી અને મ્યૂઝિકલ ફાઉન્ટેન બનશે.
  • 13 એપ્રિલ, 1919નો હત્યાકાંડ ફરી એકવાર પ્રવાસીઓને દેખાડવામાં આવશે.
  • પર્યટકો માટે 7D થિયેટર બનશે.
  • LED સ્ક્રીનથી ઇતિહાસ બતાવવામાં આવશે.
  • જલિયાંવાલા બાગ રાત્રે 9 વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લો રહેશે.
X
Jalianwala Bagh's martyrdom well will be seen in new look, lighting and 7D theater will be built
Jalianwala Bagh's martyrdom well will be seen in new look, lighting and 7D theater will be built
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી