ઈન્ડોનેશિયા / ફિશિંગ કરી રહેલા ટીનેજરની ડોક પર નીડલફિશે હુમલો કરીને જડબું આરપાર કાઢી દીધું

Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
નીડલફિશનો પ્રતીકાત્મક ફોટો
નીડલફિશનો પ્રતીકાત્મક ફોટો
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'

  • હાલ 16 વર્ષના મુહમ્મદની તબિયત સારી છે, પણ તેને હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યો છે
  • મુહમ્મદ 75 સેમી લાંબી માછલીને પકડીને 90 મિનિટ પછી હોસ્પિટલ પહોંચ્યો
  • મુહમ્મદ કહ્યું- આ ઘટના પછી ફિશિંગ છોડી નહીં દઉં, પણ વધારે સાવચેત રહીશ

Divyabhaskar.com

Jan 24, 2020, 04:28 PM IST

જકાર્તા: ઇન્ડોનેશિયામાં 16 વર્ષના ટીનેજર પર નીડલફિશે અચાનક ડોક પર હુમલો કરતા માંડમાંડ બચ્યો છે. મુહમ્મદ ઈદુલની ડોકની આરપાર આ ફિશનું જડબું થઈ ગયું હતું. મુહમ્મદે હિંમત ન હારી અને માછલીને 90 મિનિટ સુધી પકડીને હોસ્પિટલ પહોંચ્યો હતો. તેનું ઓપરેશન થઈ ગયું છે અને હાલ તે સ્વસ્થ છે.

નીડલફિશ 75 સેમી લાંબી હતી
આ ઘટના ગયા શનિવારની છે. 16 વર્ષનો મુહમ્મદ તેના મિત્ર સાથે બોટમાં બેસીને ફિશિંગ કરવા ગયો હતો. બંને મિત્રો દરિયામાં અડધો કિલોમીટર અંદર પહોંચ્યા ત્યાં 75 સેમી લાંબી માછલીએ મુહમ્મદની ડોક પર અચાનક જ હુમલો કરી દીધો. મુહમ્મદે તરત જ માછલીને પોતાના હાથથી પકડી લીધી. માછલીએ બહાર નીકળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બંને મિત્રો ફટાફટ હોસ્પિટલ પહોંચી ગયા.

2 દિવસે માછલી ડોકથી દૂર થઈ
મુહમ્મદના ગામની હોસ્પિટલમાં તેની સર્જરી માટે પર્યાપ્ત સાધનો નહોતા, આથી તેને બીજી હોસ્પિટલમાં લઈ જવાનું ડોક્ટરે કીધું, આમ હોસ્પિટલ બદલવામાં જ 90 મિનિટનો સમય પસાર થઈ ગયો. ડોક્ટરે માછલીના જડબાને શરીરથી અલગ કર્યા બાદ સર્જરી કરી હતી. આ માટે તેમને 2 દિવસનો સમય લાગ્યો. મુહમ્મદની ડોકમાં નીડલફિશવાળો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મુહમ્મદનું ઓપરેશન કરનારા ડોક્ટરની ટીમે પણ આવો કેસ પ્રથમ વખત જોયો હતો.

મુહમ્મદને ફિશિંગ કરવું ઘણું ગમે છે
ઓપરેશનના 5 દિવસ પછી પણ મુહમ્મદને હજુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેના સ્વાસ્થ્યને આગળ જતા કોઈ જોખમ ન થાય એટલે ડોક્ટરની દેખરેખ હેઠળ રાખ્યો છે. મુહમ્મદ ઓપરેશન પછી પણ પોતાની ડોકને જમણી તરફ ફેરવી શકતો નથી, તેમ છતાં તેના ચહેરા પર સ્માઈલ છે. તેણે કહ્યું કે, ફિશિંગ કરવું મને બહુ ગમે છે. નીડલફિશને ક્યારેય પણ અવગણવા જેવી નથી, તેથી જ તે અચાનક પાણીમાંથી કૂદકો મારીને મારી ડોકમાં ઘૂસી ગઈ. આ ઘટના પછી હું ફિશિંગ કરવાનું છોડી નહીં દઉં પણ મારું વધારે ધ્યાન રાખીશ.

X
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
નીડલફિશનો પ્રતીકાત્મક ફોટોનીડલફિશનો પ્રતીકાત્મક ફોટો
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
Indonesian needlefish boy: 'A fish jumped out the water and stabbed my neck'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી