ઈમાનદારી / દુબઇમાં ભારતીય છોકરીનું ખોવાઈ ગયેલ પર્સ પાકિસ્તાની ડ્રાઇવરે પરત કર્યું

રૈશેલ રોઝ
રૈશેલ રોઝ

Divyabhaskar.com

Jan 14, 2020, 01:16 PM IST

દુબઇ: દુબઇના એક પાકિસ્તાની ડ્રાઇવરે ભારતીય મૂળની છોકરીનું ખોવાઈ ગયેલ પર્સ પરત કર્યું. વાત આખી એમ છે કે રૈશેલ રોઝ વેકેશન માટે દુબઇ ગઈ હતી. ત્યાં રૈશેલનું પર્સ 4 જાન્યુઆરીના મોદાસર ખાદિમની ટેક્સીમાં રહી ગયું હતું.

ખાદિમે જણાવ્યું કે રૈશેલ પછી બીજા યાત્રીઓને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા ત્યારે કારમાં પર્સ જોયું. મેં યાત્રીઓને પૂછ્યું કે શું આ તેમનું વોલેટ છે પણ તે બધાએ ના કહી. પછી તેણે પર્સ ખોલીને જોયું તો તેમાં રૈશેલનું યુકે નિવાસ પરમિટ કાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ, સ્વાસ્થ્ય વીમા કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ પણ હતી. ત્યારબાદ ખાદિમે રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મદદથી પર્સ તે છોકરીના ઘરે પહોચાડ્યું.

X
રૈશેલ રોઝરૈશેલ રોઝ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી