રેર કન્ડિશન / ફિનલેન્ડના બીચ પર ‘આઈસ એગ્સ’નો સુંદર નજારો જોવા મળ્યો

  • આ કન્ડિશન વર્ષે એક જ વખત થાય છે
  • સૌથી મોટા આઈસ એગનું કદ ફૂટબોલ જેટલું હતું

Divyabhaskar.com

Nov 08, 2019, 08:22 PM IST

ફિનલેન્ડ: રવિવારે ફિનલેન્ડના બીચ પર ભાગ્યે જ જોવા મળે તેવા આઈસ એગ્સ (બરફનાં ઈંડાં) જોવા મળ્યાં હતાં. આઈસ એક્સપર્ટે જણાવ્યું કે, આ પરિસ્થિતિ કોઈક વખત જ જોવા મળે છે.

ફોટોગ્રાફરે પ્રથમ વખત આ નજારો જોયો ફોટોગ્રાફર રિસ્તો મેટીલા હૈલુઓતો આઇલેન્ડ પર મર્જનીએમી બીચ પર તેની પત્ની સાથે વોકિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તેણે આ સુંદર અને ક્યારેય ન ભૂલી શકાય તેવો નજારો કેમેરામાં કેદ કરી લીધો હતો. રિસ્તોએ ક્લિક કરેલા આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થઈ રહ્યા છે. તેણે કહ્યું કે, સૌથી મોટું આઈસ એગ ફૂટબોલ જેટલી સાઈઝનું હતું. તે ક્ષણ ઘણી જોરદાર હતી મેં મારી જિંદગીમાં આવો નજારો ક્યારેય જોયો નથી.

વર્ષે એકવાર આવો નજારો જોવા મળે છે
આઈસ સ્પેશિયાલિસ્ટ જૌની વેનિરિઓએ જણાવ્યું કે, આ પ્રકારની ઘટના યોગ્ય હવામાન કન્ડિશનમાં વર્ષે એક વખત થાય છે. દુનિયાને આ આઈસ એગ્સ બતાવવા બદલ હું ફોટોગ્રાફરનો આભારી છું. દુનિયાના ઘણા લોકો આ વાતથી અજાણ છે કે આઈસ એગ્સ જેવી પરિસ્થતિ પણ થાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી