થાઈલેન્ડ / પાંચ મહિનાના દીકરાને એડવેન્ચર પસંદ છે, ફૂડ ડિલિવરી વખતે પિતા સાથે બાઈક પર આખું શહેર ફરે છે

GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures
GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures
GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures

Divyabhaskar.com

Aug 12, 2019, 02:00 PM IST

બેન્કોક: પાનુવાત બાલ નામનો વ્યક્તિ ફૂડ ડિલિવર મેન તરીકે કામ કરે છે. તે બેન્કોકમાં તેની પત્ની અને પાંચ મહિનાના દીકરા પુતિ સાથે રહે છે. તેના દીકરાના જન્મના ત્રણ મહિના બાદ જ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા તેની પત્નીએ કામ કરવાનું શરૂ કરવું પડ્યું. આવા સમયે બાલ તેના દીકરા પાસે રહેવા મજબૂર થઇ ગયો. આ કારણે તેના કામ પર પણ અસર પડતી હતી. એક દિવસ તે તેના દીકરાને તેની બાઈક પર ફરવા લઇ ગયો. ત્યારે તેણે નોટિસ કર્યું કે તેના દીકરાને બાઈક પર મજા આવે છે. ત્યારબાદ તેણે દીકરા માટે એક હળવું હેલ્મેટ ખરીદી લીધું. તે દીકરાને પોલ્યુશન માસ્ક પહેરાવી ફૂડ ડિલિવરીના કામ વખતે તેને પોતાની સાથે લઇ જાય છે.

હાલ તો તેનો દીકરો પાંચ મહિનાનો છે. બાલે તેના દીકરાના એડવેન્ચરને બતાવવા માટે એક યુ ટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. અમુક લોકો બાલને પ્રોત્સાહિત કરે છે તો અમુક લોકો તેને દીકરાની સુરક્ષા પર ધ્યાન આપવાનું કહે છે.

દીકરાને સંબંધીને ત્યાં છોડવા માગતા નથી
બાલના જણાવ્યા મુજબ, બેન્કોકમાં મોંઘવારીને કારણે પતિ પત્ની બન્નેએ કામ કરવું પડે છે. પરંતુ અમે અમારા દીકરાને કોઈ સંબંધીના ઘરે રાખવા ઇચ્છતા ન હતા. આ જ કારણે તેણે દીકરા સાથે બાઈક રાઇડિંગ શરૂ કર્યું. તેણે જણાવ્યું કે, તેણે તેના દીકરા પુતિ સાથે ફૂડ ડિલિવરીનું કામ બે મહિના પહેલાં શરૂ કર્યું હતું. તે તેની સુરક્ષા પર ખાસ ધ્યાન આપે છે.

રોજ છ કલાક બાઈક પર ફરે છે
બાલે કહ્યું કે, તે રોજ 6 કલાક બાઈક પર સમય પસાર કરે છે. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી અને રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી. યુ ટ્યુબ ચેનલ શરૂ કરવી તેનો ગોલ હતો જ નહીં, પણ તેના દીકરાને એડવેન્ચર પસંદ છે અને તેના વીડિયો નેટ પર વાઇરલ થઇ રહ્યા છે. આ બંને બાપ દીકરાના ડ્યુઓને ત્યાંના ટીવી શો અને લોકલ ગેમ શોમાં પણ બોલાવવામાં આવ્યા હતા.

X
GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures
GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures
GrabFood Rider Brings Baby Along On His Deliveries, Has Youtube Channel For Their Adventures
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી