જયપુર / પેરેન્ટ્સ સારા ચોઘડિયાંમાં બાળકની ડિલિવરી કરાવવા માટે ઓપરેશન થિયેટર બુક કરાવે છે

Good news package also in the auspicious time

  • હોસ્પિટલ આ બુકિંગ માટે એક્સ્ટ્રા 25 ટકા ચાર્જ વસૂલે છે
     

Divyabhaskar.com

Jun 12, 2019, 10:25 AM IST

અજબ-ગજબ ડેસ્ક: કોઈકે સાચું જ કીધું છે કે, મનુષ્યની બુદ્ધિને કોઈ ન પહોંચી શકે! અત્યાર સુધી તમે લગ્ન કે બર્થડે પાર્ટી માટે હોટલ કે રિસોર્ટનું બુકિંગ તો સાંભળ્યું હશે, પણ સારા ચોઘડિયાંમાં બાળકની ડિલિવરી કરવા માટે ઓપરેશન થિયેટરનું બુકિંગ પણ શરુ થઈ ગયું છે. દેશમાં હાલ આ અનોખો કહી શકાય તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જયપુર શહેરની હોસ્પિટલ આ બુકિંગ માટે ડિલિવરી પેકેજની કિંમતના 25 ટકા વધારે ચાર્જ વસૂલી રહી છે.

શા માટે આ ટ્રેન્ડ વધ્યો?

પેરેન્ટ્સ તેમનું બાળક તેમના જન્મદિવસે કે કોઈ તહેવારના દિવસે આવે તેવું ઈચ્છે છે.
સારા ચોઘડિયાંની બોલબાલા વધી ગઈ છે
સિઝેરિયન ડિલિવરીમાં ડેટ આગળ-પાછળ કરવી શક્ય હોવાથી માતા-પિતા સારા દિવસની પસંદગી કરે છે

એક્સ્ટ્રા ચાર્જ 25 ટકા

ટ્વિન શેરિંગ રૂમ
ટ્વિન શેરિંગ ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરીની ફી 75 હજાર રૂપિયા છે. જો પેરેન્ટ્સને તેમના બાળકની ડિલિવરી સારા ચોઘડિયા કે સારા મુહૂર્તમાં કરાવવી હોય તો 25 ટકા ચાર્જ એક્સ્ટ્રા લાગે છે. આમ, ટોટલ ફી 87 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે.

સિંગલ રૂમ
સિંગલ ઓપરેશન થિયેટર રૂમમાં સિઝેરિયન ડિલિવરીનું પેકેજ 87 હજાર રૂપિયા છે. એક્સ્ટ્રા 25 ટકા ચાર્જ ઉમેરવાથી તેના પેકેજની કિંમત એક લાખ રૂપિયાથી વધી જાય છે.

X
Good news package also in the auspicious time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી