શાંઘાઈ / ચાઇના ઇન્ટરનેશનલ એક્સ્પોમાં 40,815 હીરા અને સોનાનું ટોઇલેટ, કિંમત 8.5 કરોડ રૂપિયા

Gold toilet studded with over 40,000 diamonds stuns people

  • આ ટોઇલેટને હોન્ગકૉન્ગની એરોન શમ જ્વેલરી કંપનીએ ડિઝાઇન કર્યું છે
  • આ એક્સ્પો 10 નવેમ્બર સુધી ચાલશે

Divyabhaskar.com

Nov 07, 2019, 04:09 PM IST

શાંઘાઈ: દ્વિતીય ચાઈના ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સ્પોમાં 8.5 કરોડ રૂપિયાનું સોનાનું કમોડ જાહેર કરવામાં આવ્યું હતું. આ કમોડ પર 40,815 હીરા લગાવેલા છે. આ ટોઇલેટને હોન્ગકૉન્ગની એરોન શમ જ્વેલરી કંપનીએ ડિઝાઇન કર્યું છે.

હીરાને ટોઇલેટ સીટ પર બુલેટ પ્રૂફ ગ્લાસની અંદર મૂક્યા છે. આ હીરાનું વજન 334.68 કેરેટ છે. કંપનીએ જણાવ્યું કે,અમે વધારે હીરા લગાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી આ ટોઇલેટને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે. જો આ રેકોર્ડ બની જશે તો તે કંપનીનો 10મો વર્લ્ડ રેકોર્ડ ગણાશે.

આ એક્સ્પોમાં હીરાજડિત ગિટાર પર રાખવામાં આવ્યું છે. તેનું વજન 400 કેરેટ અને કિંમત 14 કરોડ રૂપિયા છે. 10 નવેમ્બર સુધી ચાલનારા આ શોમાં વિશ્વનું ફાસ્ટેસ્ટ અલ્ટ્રા-એરક્રાફટ 'ધ શાર્ક' પણ છે.

X
Gold toilet studded with over 40,000 diamonds stuns people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી