જર્મનીના વ્યક્તિએ ગૂગલ મેપ પર ‘વિલ યુ મેરી મી’ દેખાય તેમ ખેતરમાં પાક વાવી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બર્લિન: જર્મનીના 32 વર્ષીય વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને  પ્રપોઝ કરવા ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો. આ વ્યક્તિએ ‘વિલ યુ મેરી મી?’ જર્મન ભાષામાં ખેતરમાં લખ્યું હતું. તેણે આ અક્ષરમાં પાક વાવ્યો હતો. સ્ટીફન સ્ક્વાર્ડ્ઝ પાર્ટ ટાઈમ ખેડૂતની નોકરી કરે છે.
 
5 એકર જમીનનો ઉપયોગ
સ્ટીફને લોકલ મીડિયાને જણાવ્યું કે, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો ગૂગલ મેપનો પ્રપોઝ આઈડિયા સોશિયલ મીડિયા પર આટલો બધો વાઇરલ થઈ જશે. કેનેડામાં રહેતા મારા સબંધીએ મને ગૂગલ મેપ પર ફાર્મમાં લખેલા માતા મેસેજનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. સ્ટીફને 5 એકર જમીનમાં બીજ વાવવાના મશીનથી લખ્યું હતું.

‘એક ખેડૂત તરીકે આ બેસ્ટ પ્રપોઝલ’ 
સ્ટીફને લગ્નનો પ્રસ્તાવ તેની ગર્લફ્રેન્ડને બતાવવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં ડ્રોન યોગ્ય ઊંચાઈએ ન ઉડતા તેની ગર્લફ્રેન્ડને કંઈ ખબર ન પડી પણ પછી જેવું તેણે ‘વિલ યુ મેરી મી’ વાંચ્યું તેવું તરત જ તેણે સ્ટીફનને હા પાડી દીધી. સોશિયલ મીડિયામાં આ ફોટો વાઈરલ થતા એક યુઝરે લખ્યું કે, એક ખેડૂત તરીકે આ બેસ્ટ પ્રપોઝલ.

અન્ય સમાચારો પણ છે...