જર્મની / સૈનિકોને 2 વર્ષથી શૂઝ મળ્યા નથી, સરકારે વર્ષ 2020 સુધી રાહ જોવા કહ્યું

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Sep 09, 2019, 04:12 PM IST

બર્લિન: જર્મન સેના હાલ શૂઝની અછત સામે લડી રહી છે. દેશના રક્ષા મંત્રાલય તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ સેનામાં આ અછત પૂરી કરવા માટેની ડેડલાઈન 2 વર્ષની રાખી છે. સરકારે કહ્યું કે, સેનાની શૂઝની કમી વર્ષ 2022 સુધી પૂરી થઈ જશે.

સંસદ દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં રક્ષા મંત્રાલયે કહ્યું કે, સૈનિકોને 2 જોડી હેવી શૂઝ અને 1 જોડી લાઈટ શૂઝ આપવામાં આવે છે. મર્યાદિત ઉત્પાદન થતું હોવાથી તેની માગ સમય પર પૂરી થઈ શકી નથી. ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય મેરી એગ્નેસે કહ્યું કે, આ યોજના વર્ષ 2016માં શરુ થઈ હતી જેને વર્ષ 2020 સુધી લાગુ કરવાની હતી પણ હવે ડેડલાઈનને લંબાવીને 2022 સુધી કરી દીધી છે.એક લાખ 70 હજાર સૈનિકોમાંથી એક લાખ 60 હજાર સૈનિકોને માત્ર એક જોડી શૂઝ મળ્યા છે. તેમને હજુ બીજા 2 જોડી શૂઝ મળવાના બાકી છે. 31 હજાર સૈનિકોને માત્ર લાઈટ શૂઝ જ મળી શકે તેમ છે.

હેવી અને લાઈટ શૂઝની યોજના જર્મનીની રક્ષામંત્રી ઉરૂસુલા વોન ડેર લિયન લઈને આવી હતી. આ યોજનાની લોકો નિંદા કરી રહ્યા છે, કારણ કે ચંપલના બિઝનેસ માટે ફેમસ જર્મનીમાં સૈનિકોને જ શૂઝ મળી રહ્યા નથી.

દુનિયાભરના ન્યૂઝપેપરમાં સૈનિકોને શૂઝ ન મળવાની વાત છપાઈ રહી છે. આ ઉપરાંત જર્મન હાર્ડવેરને લઈને પણ વિદેશમાં જર્મનીની છબિ ખરાબ થઈ રહી છે. એકવખત જર્મનના લડાકુ એરક્રાફ્ટના સ્ક્રૂ ઢીલા હોવાથી તેને ઉતારવું ઉતારવું પડ્યું હતું. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મિલિટરી ઇન્સ્પેકટર જનરલ એબરહાર્ડ જોર્ને કહ્યું હતું કે, જર્મન આર્મી પાસે જરૂરી સાધનોની કમી છે. હથિયારોની કમીને વર્ષ 2031 સુધી દૂર કરી શકાશે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી