દિલ્હી / ડિટેક્ટિવ એજન્સી પાસે તપાસ કરાવ્યા બાદ ગૌશાળા ગાય દત્તક લેવા ઇચ્છતા વ્યક્તિને મફતમાં ગાય આપે છે

Gaushala of Radhakrishna Temple located in Mayur Vihar Phase 1 has been operating for 12 years

Divyabhaskar.com

Aug 12, 2019, 04:14 PM IST

શેખર ઘોષ: દેશની રાજધાની દિલ્હીના મયુર વિહાર ફેઝ 1માં આવેલ ગૌશાળા લોકોને મફત ગાય દત્તક આપે છે. આ ગૌશાળા રાધાકૃષ્ણ મંદિરમાં આવેલી છે. ગૌશાળાના મહંત બાબા મંગલ દાસ 12 વર્ષથી આ કામ કરે છે. તે પોતે ગાયનું સંરક્ષણ કરે છે અને તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરે છે. ખાસ વાત એ છે કે, જે વ્યક્તિ ગાયને દત્તક લેવાની ઈચ્છા જતાવે છે, તેની કાયદેસર પ્રાઇવેટ ડિટેક્ટિવ પાસે તપાસ કરાવવામાં આવે છે. તપાસમાં એવું જોવામાં આવે છે કે, વ્યક્તિ ગાય અને અન્ય પશુ સાથે પ્રેમથી વર્તે છે કે નહીં. તેની પાસે ગાયનું ભરણ પોષણ માટે પૂરતો સમય છે કે નહીં. સમગ્ર તપાસ બાદ તેની પાસે એક બોન્ડ સાઈન કરાવવામાં આવે છે કે જો ગાય બીમાર પડે કે મૃત્યુ પામે ત્યારે ગૌશાળાને તેની જાણકારી આપવી.

ગાય દત્તક લેતા સમયે પાસપોર્ટ અને આધાર કાર્ડ જમા કરવાનું
બાબા મંગલ દાસે જણાવ્યું કે, ડિટેક્ટિવ એન્જસીનો હેતુ એ જ છે કે ગાય યોગ્ય વ્યક્તિના હાથમાં પહોંચે. 32 લોકો અહીંથી ગાય દત્તક લઇ ગયા છે. દિલ્હીમાં તેમની બે ગૌશાળા છે જેમાં હાલ કુલ 3100 ગાય છે. જો કોઈ વ્યક્તિ ગાય દત્તક લેવા ઈચ્છે છે તો તેણે ગૌશાળા જઈને તેના પાસપોર્ટ અને આધાર કાર્ડની કોપી જમા કરાવવાની રહે છે.

બાબાએ જણાવ્યું કે, ગાયો અને વાછરડાં પર રોજ 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેમના પર 38 લાખ રૂપિયાનું ચારો સપ્લાઈ કરનારાઓનું દેવું છે પણ સેવા અવિરત ચાલતી રહે છે.

X
Gaushala of Radhakrishna Temple located in Mayur Vihar Phase 1 has been operating for 12 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી