અફઘાનિસ્તાન / 2 વર્ષ પહેલાં આતંકીઓએ નષ્ટ કરી દીધેલ ગાંધીજીના પેન્ટિંગને 7 કલાકારોએ ફરી બનાવ્યું

Gandhiji's message on the wall of the Indian Embassy in Kabul

  • દીવાલ પર અંગ્રેજી અને ફારસી ભાષામાં બાપુનો સંદેશ લખેલો છે

Divyabhaskar.com

Sep 09, 2019, 10:03 AM IST

કાબુલ: કાબુલમાં આવેલ ભારતીય રાજદૂતની દીવાલ પર એકવાર ફરીથી મહાત્મા ગાંધીજીનું વોલ પેન્ટિંગ લોકોને જોવા મળશે. વર્ષ 2017માં મે મહિનામાં આંતકીઓએ આ દીવાલ પર બૉમ્બ ફેંક્યો હતો એન દીવાલ ધરાશયી થઈ ગઈ હતી. આ હુમલામાં 140 લોકો મૃત્યુ પામ્યા હતા. અફઘાનિસ્તાનના કલાકારોએ બાપુની 150મી જન્મજયંતિ પહેલાં આ દીવાલ પર ફરી એકવાર તેમનું પેન્ટિંગ બનાવ્યું છે.

આ પેન્ટિંગ પર બાપુનો સંદેશ અંગ્રેજી અને ફારસી ભાષામાં લખેલો છે. તેમાં લખ્યું છે કે, જે દિવસે પ્રેમની શક્તિ સત્તા પર હાવી થઈ જશે, તે દિવસે દુનિયાને શાંતિનો અર્થ ખરા અર્થમાં સમજાશે. આર્ટિસ્ટનું કહેવું છે લે, અમે પેન્ટિંગ દ્વારા ગાંધીની શ્રદ્ધાંજલિ આપવાનું વિચાર્યું હતું. 7 કલાકારોએ ભેગા મળીને 325 વર્ગફૂટમાં પેન્ટિંગ બનાવ્યું છે.

આર્ટલોર્ડસના પ્રમુખ ઓમૈદ ફરીદીએ કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો ગાંધીજીના શાંતિપૂર્ણ અને અહિંસાવાદી વિચારોના વખાણ કરે છે. તેમની ઓળખાણ હંમેશાં શાંતિ માટે ઊભા રહેનારા વ્યક્તિ તરીકે થાય છે. તેમની ઓળખાણ રાખવી જરૂરી હતી. આથી વિસ્ફોટમાં નષ્ટ થઈ ગયેલા પેન્ટિંગને અમે એકવાર ફરીથી બનાવ્યું છે.

X
Gandhiji's message on the wall of the Indian Embassy in Kabul

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી