હટકે લગ્ન / કર્ણાટકમાં વરસાદ માટે ઈન્દ્રદેવને રીઝવવા દેડકા-દેડકીનાં હિન્દુ વિધિથી લગ્ન કરાયાં

Frogs married off in grand ceremony in Karnataka to please rain gods
Frogs married off in grand ceremony in Karnataka to please rain gods

  • લગ્નમાં કુલ 100 મહેમાનોએ હાજરી આપી હતી
  • લગ્નમાં હાજર દેડકાનું નામ 'વરુણ' અને દેડકીનું નામ 'વર્ષા' હતું

Divyabhaskar.com

Jun 11, 2019, 06:21 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ભારતમાં વરસાદના વધામણાં કરવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ઉડ્ડપી શહેરમાં એક દેડકો અને દેડકીનાં લગ્ન કરવામાં આવ્યા છે. આ લગ્ન યોગ્ય વિધિ સાથે પંડિતની હાજરીમાં જ કરવામાં આવ્યા હતા. શનિવારે વરસાદની કાગડોળે રાહ જોતાં લોકોએ દેડકા-દેડકીના લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નનું આયોજન ઉડ્ડપી સિટિઝન ફોરમે કર્યું હતું.

છેલ્લાં ઘણા સમયથી ઉડ્ડપીના શહેરીજનો પાણીની અછત અને ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે, દેડકા-દેડકીના લગ્ન કરાવવાથી તેઓ ઈન્દ્રદેવને વરસાદ માટે વિનંતી કરે છે. આ લગ્ન માટે બે અલગ ગામમાંથી દેડકા અને દેડકીને લાવવામાં આવ્યાં હતાં. આ લગ્નનો લ્હાવો લેવા માટે કુલ 100 મહેમાનોએ હાજરી આપી હતી.

હિન્દુ ટ્રેડિશનથી દેડકા-દેડકીના લગ્ન થયાં હતાં અને બંનેને તેમની સાઈઝના ટ્રેડિશનલ કપડાં પણ પહેરાવ્યા હતા. લગ્નમાં હાજર દેડકાનું નામ 'વરુણ' અને દેડકીનું નામ 'વર્ષા' હતું. લગ્ન સંપન્ન થયા બાદ દેડકા-દેડકીને હનીમૂન માટે મન્નાપલ્લા તળાવમાં મુક્ત કરવામાં આવ્યાં હતાં.

X
Frogs married off in grand ceremony in Karnataka to please rain gods
Frogs married off in grand ceremony in Karnataka to please rain gods
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી