અનોખી પહેલ / કેરળમાં જેલના કેદીઓએ બનાવેલું ભોજન ઓનલાઇન મળશે, કિંમત 127 રૂપિયા

Food prepared by inmates of Kerala’s Viyyur Jail to now go online
Food prepared by inmates of Kerala’s Viyyur Jail to now go online

  • ડિશને 'ફ્રીડમ કોમ્બો લંચ' નામ આપ્યું છે

Divyabhaskar.com

Jul 12, 2019, 01:18 PM IST

અજબ-ગજબ ડેસ્ક: કેરળમાં ટૂંક સમયમાં જેલના કેદીઓનું જમવાનું ઓનલાઇન વેચાશે. આ ભોજનની કિંમત 127 રૂપિયા હશે. હાલ ત્રિસુર શહેરમાં આવેલી વૈયૂર સેન્ટ્રલ જેલમાં બંદી થયેલા કેદીઓને સ્વરોજગાર બાબતે પગભર બનાવવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ કેદીઓને કૂકિંગ અને ફૂડ પેકેજીંગનું કામ આપવામાં આવી રહ્યું છે.

આ પ્લાન મુજબ કેદીઓએ બનાવેલા ભોજનનું વેચાણ ઓનલાઇન થશે. હાલ તેમનું ભોજન જેલની બહાર એક કાઉન્ટર પર વેચવામાં આવે છે. જેલના અધિકારીઓએ ઓનલાઇન ડિલિવરી માટે એક સ્પેશિયલ મેન્યુનો ઓર્ડર આપ્યો છે. જેને 'ફ્રીડમ કોમ્બો લંચ' નામ આપ્યું છે.

કોમ્બો પેક લંચમાં આટલી આઈટેમ મળશે
એક કોમ્બો પેકમાં 300 ગ્રામ બિરયાની, એક રોસ્ટેડ ચિકન લેગ પીસ, ત્રણ રોટલી, એક ચિકન કરી, અથાણું, સલાડ, એક બોટલ પાણી અને મીઠાઈ હશે. આ સંપૂર્ણ ડિશની કિંમત 127 રૂપિયા છે. ગ્રાહકને જમવા માટે કેળનું પાન પણ મળશે.

X
Food prepared by inmates of Kerala’s Viyyur Jail to now go online
Food prepared by inmates of Kerala’s Viyyur Jail to now go online
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી