નોર્વેના માછીમારે ડાઇનસોર જેવી રચના અને મોટી આંખો ધરાવતી માછલી પકડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફિશ 2600 ફૂટ ઊંડાં સમુદ્રના પાણીમાંથી મળી છે

નોર્વે: હાલ સોશિયલ મીડિયામાં એક ડાઇનસૉર જેવી રચના  ધરાવતી માછલીનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફિશની અત્યાર સુધી કોઈએ જોઈ ન હોય તેવી મોટી આંખો છે. નોર્વેના માછીમાર ઓસ્કરે અન્ડોયા આઈલૅન્ડ નજીક આ માછલીને પકડી છે. 
ફિશની વિશાલ આંખોએ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓસ્કરે કહ્યું કે, અત્યાર સુધી મેં ઘણી ફિશ પકડી છે, પણ આ ફિશ બધા કરતાં અલગ છે. આ માછલી થોડીઘણી ડાઈનસોર જેવી લાગે છે. ઓસ્કરને આ ફિશ 2600 ફૂટ ઊંડાં દરિયામાં ફિશિંગ કરતી વખતે મળી છે. આ માછલીને ડ્રેગનને હોય તેવી પૂંછડી છે. મારો આ અનુભવ જિંદગીભર યાદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...