દુબઈ / ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019 સ્પર્ધામાં મુંબઈની 5 વિદ્યાર્થિનીઓ ભાગ લેશે, સમુદ્રની સફાઈ માટે રોબોટ બનાવશે

First Global Challenge 2019: Mumbai teenage girls to represent India in Dubai

  • આ દરેક વિદ્યાર્થિનીની ઉંમરે 14થી 18 વર્ષ વચ્ચે છે
  • ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019માં 193 દેશના 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:51 PM IST

મુંબઈ: આ વર્ષે દુબઈમાં 24થી 27 ઓક્ટોબર દરમિયાન રોબોટિક્સ સ્પર્ધા ' ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019' થવાની છે. ભારત માટે ગૌરવની વાત સમાન આ પ્રતિયોગિતામાં મુંબઈની 5 સ્કૂલની વિદ્યાર્થિની ભાગ લેવાની છે. આ દરેકની ઉંમર 14થી 18 વર્ષની વચ્ચે છે. આ કોમ્પિટિશનમાં ભાગ લેતા સ્પર્ધકોને એવો રોબોટ બનાવવાનો છે જે મહાસાગરોની સફાઈ કરી શકે.

આ વર્ષે આ કોમ્પિટિશનનો વિષય સમુદ્રી પ્રદૂષણ પર રાખવામાં આવ્યો છે. જેનું નામ ઓશન ઓપોર્ચ્યુનિટીઝ છે. આ માધ્યમથી દુનિયાના લોકોને દરિયામાં થતા પ્રદૂષણને અટકાવવા માટે જાગૃત કરવામાં આવશે.

આ કોમ્પિટિશનમાં ફંડ રેઇઝિંગ કામ દેખનારી રાધિકા સેખસરિયાએ બુધવારે જણાવ્યું કે, છોકરીઓની અમારી પ્રથમ ટીમ છે, જે રોબોટિક્સને વૈશ્વિક મંચ પર લઇ જઈ રહી છે. રોબોટ ડિઝાઇન પર કામ કરનારી આરુષિ શાહે કહ્યું કે, આ સ્પર્ધામાં અમે સ્પેશિયલ ટાસ્ક પૂરું કરીશું. અમને આશા છે કે અમે જ જીતીશું અને દેશનું ગૌરવ વધારીશું.

ઉલ્લેખનીય છે કે, ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019માં 193 દેશના 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.

X
First Global Challenge 2019: Mumbai teenage girls to represent India in Dubai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી