ઇથોપિયા / 21 વર્ષની મહિલાએ દીકરાને જન્મ આપ્યાંને અડધો કલાક પછી હોસ્પિટલમાં પરીક્ષા આપી

Ethiopian woman gives birth and sits exams 30 minutes later
Ethiopian woman gives birth and sits exams 30 minutes later

Divyabhaskar.com

Jun 12, 2019, 05:08 PM IST

અજબ-ગજબ ડેસ્ક: પશ્ચિમ ઇથોપિયામાં 21 વર્ષની મહિલાની હિંમતના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. આ મહિલાએ ડિલિવરીના અડધા કલાક પછી હોસ્પિટલમાં જ પરીક્ષા આપી હતી.

21 વર્ષીય અલ્માઝ ડેરેસીને આશા હતી કે, તે પરીક્ષા પહેલાં બાળકને જન્મ આપી દેશે, પણ રમઝાનને લીધે સેકન્ડરી સ્કૂલની પરીક્ષા થોડી મોડી ખેચાઈ હતી. પરીક્ષાની ડેટ તેની ડિલિવરી ડેટની નજીક જ આવી હતી. અલ્માઝ ડિલિવરી અને પરીક્ષા એમ બંને માટે માનસિક રીતે તો તૈયાર જ હતી.

મંગળવારે પ્રથમ પેપર શરુ થયા પહેલાં અલ્માઝને ડિલિવરી દુખાવો શરુ થઈ જતાં લેબર રૂમમાં જવું પડ્યું હતું. સ્વસ્થ દીકરાને જન્મ આપ્યા પછી 30 મિનિટ બાદ હોસ્પિટલમાં જ પરીક્ષા આપી હતી. દીકરાના જન્મની ખુશી હોવા છતાં તે ગણિત અને અંગ્રેજીની પરીક્ષા આપવાનું ભૂલી નહોતી.

એક વર્ષ બગાડવું નહોતું
આ રીતે પરીક્ષા આપ્યા બદલ અલ્માઝે કહ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન મને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી. હું મારુ ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે આવતાં વર્ષની રાહ જોવા માગતી નહોતી, આ જ કારણે મેં ડિલિવરી પછી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અલ્માઝના પતિએ કહ્યું કે, મારી પત્ની હોસ્પિટલમાં પરીક્ષા આપી શકે તે માટે મેં સ્કૂલને વિનંતી કરી હતી. સ્કૂલે મારી અરજી માન્ય રાખી હતી. અલ્માઝ તેના ભણતરને લઈને ઘણી ગંભીર છે, આથી જ તેણે બાળકને જન્મ આપ્યાં પછી પણ હિંમત રાખીને પરીક્ષા આપી. મને વિશ્વાસ છે કે, તેનું પરિણામ સારું જ આવશે.

X
Ethiopian woman gives birth and sits exams 30 minutes later
Ethiopian woman gives birth and sits exams 30 minutes later
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી