જોધપુર / ડો. રાકેશ શર્માએ પ્રદૂષણ માટે જવાબદાર માટીમાંથી વોટર પ્યોરિફાયર અને દવાઓ બનાવી

Dr. Rakesh Sharma made water purifiers and medicines from the soil responsible for pollution

  • ખાસ પ્રકારના ઘડા બનાવવા માટે માટી સાથે વિદેશી બાવળના પાંદડા અને કેટલાક કેમિકલનો ઉપયોગ કર્યો
  • 10 વર્ષોથી રિસર્ચ કરીને ડો. રાકેશે અત્યાસ સુધીમાં 12 પેટન્ટ ફાઈલ કરાવી છે

Divyabhaskar.com

Dec 02, 2019, 07:03 PM IST

જોધપુર: દેશના મોટા ભાગના શહેરો પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. જોધપુર શહેર વાયુ પ્રદૂષણના મામલે બીજો ક્રમાંક ધરાવે છે. તેનું કારણ શહેરમાં ફેલાયેલી માટી છે. આ જ માટીનો ઉપયોગ કરીને ડો. રાકેશ શર્માએ વોટર પ્યોરિફાયર, બાયો ફયુલ અને કેટલીક દવાઓ બનાવી છે.

શેખાવાટીમા રહેતા IIT પ્રોફેસર ડો. રાકેશ શર્મા છેલ્લાં 10 વર્ષથી મહેનત કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં તેઓ 12 પેટન્ટ પણ ફાઈલ કરાવી ચૂક્યા છે. પ્રોફેસર રાકેશે આ આવિષ્કાર માટે ઘડા બનાવવા માટે વપરાતી માટીમાં વિદેશી બાવળના પાંદડા અને કેટલાક કેમિકલનો ઉપયોગ કર્યો છે.

વિવિધ મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવેલી માટીમાંથી તૈયાર કરવામાં આવેલા માટીના ઘડામાં કેટલાક છિદ્ર કરવામાં આવ્યા છે. આ છિદ્રોમાંથી બહાર આવતું પાણી ફ્લોરાઈડ, નાઇટ્રેટ , સલ્ફેટ, એસિટેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં તત્ત્વોને માટી શોષી લે છે. તેથી ઘડામાંથી બહાર નીકળતું પાણી શુદ્ધ થઈને બહાર આવે છે.

શેવાળમાંથી બાયો ફયુલ બનાવ્યું
માટી પર ક્રમિકલ પ્રોસેસ કર્યા બાદ પ્રોફેસરે તેમાં નેનો પાર્ટિકલ્સ ઉમેરીને માઈક્રો રિએક્ટર બનાવ્યું છે. આ માઈક્રો રરિએક્ટરમાં તળાવમાં ઉત્પન્ન થતી શેવાળને ગરમ કરવાથી તે બાયો ફયુઅલમાં પરિવર્તિત થાય છે.

એસિટાઈલ કોલિનથી યાદ રાખવાની ક્ષમતાને નિયંત્રણ કરી શકાય છે. ડો. રાકેશે માટીમાં કાર્બન, સિઝીયમ, બેરેલિયમ બનાવીને એસિટાઈલ કોલિન બનાવ્યું છે. તેને સૂંઘવાથી યાદશક્તિમાં ફાયદો રહે છે.

X
Dr. Rakesh Sharma made water purifiers and medicines from the soil responsible for pollution

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી