માનવતા / છેલ્લા 25 વર્ષથી બિહારના ડૉ. અરવિંદકુમાર માત્ર 25 રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે

Dr. Arvind has been treating patients in 25 rupees for 25 years

  • તેમના ક્લિનિક પર રોજના 200થી વધારે દર્દીઓ આવે છે
  • ક્લિનિકની કેપેસિટી માત્ર 10 લોકોની જ છે

Divyabhaskar.com

Jun 11, 2019, 01:34 PM IST

અજબ-ગજબ ડેસ્ક: બિહારના પટના શહેરમાં ડોક્ટર અરવિંદકુમાર સિંહના ક્લિનિક પર સવારથી સાંજ ભીડ ઓછી થતી નથી. આ ક્લિનિક દેખાવમાં ઘણું સામાન્ય છે, પણ દર્દીઓને ડોક્ટર અરવિંદનો સ્વભાવ અને તેમની અનોખી સેવા અહીં ખેંચી લાવે છે.

હેતુ
ડૉ. અરવિંદકુમાર છેલ્લાં 25 વર્ષથી તેમનાં ક્લિનિક પર આવતાં દર્દીઓની સારવાર માત્ર 25 રૂપિયામાં જ કરે છે. તેમના ક્લિનિકની કેપેસિટી ઘણી ઓછી છે. એક સમયે માત્ર 10 દર્દીઓ જ બેસી શકે છે, જ્યારે 11મા નંબરના દર્દીને ક્લિનિકની બહાર રાહ જોવા ઊભું રહેવું પડે છે. ડૉ. અરવિંદનો હેતુ ગરીબ લોકોની ઓછા રૂપિયામાં વ્યવસ્થિત સારવાર કરવાનો અને કોઈ પણ વ્યક્તિને સારવારના લીધે જીવ ગુમાવવો ન પડે. ઓછા રૂપિયા લઈ તેમણે સારવાર કરવામાં પણ આજદિન સુધી ક્યારેય વેઠ ઊતારી નથી.

ડૉ. અરવિંદે જમશેદપુરની એમજીએમ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને પીજી પટના મેડિકલ કોલેજમાંથી કર્યું હતું.

રોજના 200થી વધારે દર્દીઓ
ડૉ. અરવિંદકુમારના શહેર સિવાય આજુબાજુના વિસ્તારમાંથી પણ રોજના 200થી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. નાના ક્લિનિક વિશે તેમણે કહ્યું કે, હું અને મારા દર્દીઓ મારા ક્લિનિકની સાઈઝથી ઘણા ખુશ છીએ. નોકરીના શરૂઆતના દિવસોમાં મેં ગરીબીને ઘણી નજીકથી જોઈ હતી. રૂપિયા કમાવવાનો મોહ તે સમયે જ પૂરો થઈ હતો હતો અને ગરીબ લોકોની સેવા કરવાનું મેં નક્કી કર્યું હતું. આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી વખતે હું દવાખાનાને ઘણો ઓછો સમય આપી શકતો હતો. 30 એપ્રિલ 2019ના રોજ હું નિવૃત્ત થઈ ગયો. ત્યારબાદ હું મોટાભાગનો સમય ક્લિનિકને આપવા લાગ્યો. શરુઆતમાં મારા ક્લિનિક પર ઘણા ઓછા લોકો આવતાં હતા, જ્યારે અત્યારે દર્દીઓની લાઈન રસ્તા સુધી પહોંચી જાય છે.

25 રૂપિયા ફી પાછળનો વિચાર
25 રૂપિયા ફી સાંભળીને આપણને એક પ્રશ્ન પણ ચોક્કસથી થાય કે, જો તેમને ગરીબોની સેવા જ કરવી છે તો આટલા રૂપિયાની ફી પણ કેમ રાખવી પડે! આ વાત પર ડૉ. અરવિંદે કહ્યું કે. ફ્રીમાં અપાતી સારવાર પર દર્દીઓને વિશ્વાસ નથી હોતો. તેમનો વિશ્વાસ જીતવા માટે મેં 25 રૂપિયા ફી રાખી છે. જે દર્દી સાથે 25 રૂપિયા પણ હોય તેમની પાસેથી હું એક રૂપિયો પણ લેતો નથી. ઘણા દર્દીઓની સારવારનો ખર્ચો મેં ઊઠાવીને તેમને સાજા કર્યા છે. ભવિષ્યમાં ક્લિનિકને મોટું કરવાનો મારો કોઈ પ્લાન નથી. હું મારી કમાણી અને સંપત્તિ દર્દીઓના સંતોષ અને વિશ્વાસને માનું છું. આજ સુધી ડૉ. અરવિંદ કુમારના ક્લિનિક પરથી કોઈ દર્દી નિરાશ થઈને ઘરે નથી ગયું.

X
Dr. Arvind has been treating patients in 25 rupees for 25 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી