રાજસ્થાન / 24 વર્ષના માનસિક દર્દીના પેટમાંથી નેલકટર, સિક્કા અને ચાવી સહિત 50 વસ્તુઓ મળી

doctors found iron items in the stomach of a 24 year youth
doctors found iron items in the stomach of a 24 year youth

  • ગજેન્દ્રની સર્જરી 90 મિનિટ સુધી ચાલી

Divyabhaskar.com

Jun 18, 2019, 11:22 AM IST

અજબ-ગજબ ડેસ્ક: રાજસ્થાનના ઉદયપુર શહેરની એમબી હોસ્પિટલમાં સર્જરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરોએ ભેગા મળીને 24 વર્ષના ગજેન્દ્રના પેટમાંથી 50 વસ્તુઓ નીકાળી. આ વસ્તુઓમાં ચાવીઓ, નેલકટર, સિક્કા, લાકડાંની માળા, વીંટી, પિન અને ક્લિપ સામેલ છે. સફળ સર્જરી બાદ હાલ દર્દી સ્વસ્થ છે.

સર્જરી કરનારા વિભાગના અધ્યક્ષ ડોક્ટર ડી.કે શર્માએ જણાવ્યું કે, દર્દી નશાનો બંધાણી હતો. તે રોજ નશીલા પદાર્થોનું સેવન કરતો હતો. નશો કરતી વખતે તેણે આ બધી વસ્તુઓ પેટમાં ગળી લીધી હતી. 15 દિવસ પહેલાં આ દર્દી પેટના દુખાવાની ફરિયાદ લઈને આવ્યો હતો. અમે જ્યારે યુવકનો એક્સ -રે કર્યો ત્યારે પેટમાં અમુક વસ્તીઓ દેખાઈ હતી. સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કર્યા બાદ અમે તેની પેટની સર્જરી કરી. ગજેન્દ્રનું ઓપરેશન 90 મિનિટ સુધી ચાલ્યું હતું.

વધુમાં ડૉ. શર્માએ કહ્યું કે, માનસિક રોગથી પીડાતા દર્દીઓમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. તેઓ સામાન્ય માણસ ગળી ન શકે તેવી વસ્તુઓ આરામથી ગળી જાય છે. ગજેન્દ્રના કેસમાં સૌથી ચોંકાવનારી વાત તેનું નેલકટર ગળી જવું હતું. મેં પણ અત્યાર સુધી આવો કેસ જોયો નથી.

X
doctors found iron items in the stomach of a 24 year youth
doctors found iron items in the stomach of a 24 year youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી