છત્તીસગઢ / હાથ-પગ વિના જન્મેલો આશિષ 18 કિલોમીટર સુધી સ્કૂટર ચલાવીને નોકરીએ જાય છે

Divyang computer operator who reaches the panchayat by driving an 18 km scooter; The Collector praised

  • આશિષ સોની તેના અભ્યાસની સાથે પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી પણ કરે છે

Divyabhaskar.com

Dec 01, 2019, 03:19 PM IST

રાયપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો રહેવાસી આશિષ સોની જન્મથી જ હાથ-પગ વિના જન્મ્યો હતો. તે ટેટ્રા એમેલિયા સિન્ડ્રોમથી પીડિત છે, પરંતુ આજ સુધી મદદ માટે કોઈ સામે હાથ લંબાવ્યો નથી. તે આજની તારીખમાં પણ 18 કિલોમીટર સુધી સ્કૂટર ચલાવીને નોકરી કરવા જાય છે અને પરિવારનું ભરણ-પોષણ કરે છે.

આશિષ સોની બલરામપુર જિલ્લાના સંકરગઢ જનપદ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર છે. તેણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને હાલ ધોરણ 12મા અભ્યાસ કરે છે. આશિષ આજની પેઢીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. હાથ-પગ ન હોવા છતાં પણ તે કમ્પ્યુટર, મોબાઈલ અને સ્કૂટી ચલાવે છે.

બલરામપુર જિલ્લાના કલેક્ટર સંજીવ કુમાર ઝાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, આશિષને કમ્પ્યુટર ઓપરેટરનું કામ આપ્યું છે, જેને તે ઘણી સારી રીતે કરી રહ્યો છે. દેશના અન્ય લોકોએ પણ તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ.

X
Divyang computer operator who reaches the panchayat by driving an 18 km scooter; The Collector praised

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી