ગુજરાત / દુનિયામાં પહેલીવાર કાપડ પર છપાયેલ સંપત્તિ દસ્તાવેજની ડિજિટલ પ્રિન્ટનું રજિસ્ટ્રેશન થયું

Digital Print Registration of Property Documents Printed on clothe for the First Time in the World

Divyabhaskar.com

Oct 07, 2019, 11:14 AM IST

સુરત: ગુજરાતમાં પહેલીવાર કાપડ પર હિન્દીમાં પ્રિન્ટ થયેલ પ્રોપર્ટી દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. કાપડ પર દસ્તાવેજનું ડિજિટલ પ્રિન્ટિંગ કરાવીને પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન એડવોકેટ અરુણ લાહોટીએ કરાવ્યું હતું. તેમનો દાવો છે કે આ દુનિયામાં પહેલીવાર કાપડ પર સંપત્તિ રજિસ્ટ્રેશન છે. શનિવારે સુરતની બહુમાળી બિલ્ડીંગમાં સબ રજિસ્ટ્રાર નાણપુરા એકે પટેલે સંજય બાબુલાલ સુરાણાનાં નામથી આ દસ્તાવેજ પર સંપત્તિ રજિસ્ટ્રેશન કર્યું.

સુરાણાએ પોતાની સંપત્તિનું રજિસ્ટ્રેશન કાપડ પર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિજિટલ પ્રિન્ટિંગ સાઈ પ્રિન્ટ્સના રોહિત કપૂરે કર્યું હતું. દસ્તાવેજની ડિઝાઇન અનુરાધા કપિલ સોમાણીએ બનાવી હતી. કાપડ પર દસ્તાવેજની લીગલ પ્રોસેસમાં 3થી 4 મહિના લાગ્યા હતા. આ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટ, લો મ્યુઝિયમ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ વગેરેને મોકલવામાં આવશે.

અરુણ લાહોટીનો દાવો છે કે વિશ્વમાં પહેલીવાર તાડપત્ર (Palm-leaf manuscript) પર દસ્તાવેજ 25 જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવ્યો હતો. 27 નવેમ્બર 2018ના સોના-ચાંદી ને હીરાથી જડિત વિશ્વનો પહેલો દસ્તાવેજ તેમને જ બનાવ્યો હતો. 18થી પણ વધુ વર્લ્ડ અને ઇન્ડિયન રેકોર્ડ તેમના નામ પર છે.

X
Digital Print Registration of Property Documents Printed on clothe for the First Time in the World
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી