ઇન્ટરેસ્ટિંગ / 71 હજાર રૂપિયાનું દુનિયાનું સૌથી મજબૂત જેકેટ, તેના રેસા સ્ટીલથી 15 ગણા મજબૂત છે

Destroy Winter With This Jacket Made From The Strongest Fibre Known To Man, Just For Rs 71,000

Divyabhaskar.com

Dec 03, 2019, 09:37 AM IST

જાકાર્તા: વોલબેક નામની ડચ બ્રાન્ડે વિશ્વનું સૌથી મજબૂત જેકેટ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ જેકેટનો બહારનો ભાગ સંપૂર્ણપણે ડાઈનીમાથી બન્યો છે. ડાઈનીમા એક પ્રકારના ફાઈબરનું નામ છે, જે વિશ્વનું સૌથી મજબૂત ફાઈબર છે. આ ફાઈબરમાંથી બનેલું અવિનાશી જેકેટ દરેક પ્રકારની સ્થિતિ સહન કરી લે છે. એડવેન્ચર ક્લોથિંગ બ્રાન્ડ વોલબેક વર્ષોથી અત્યાધુનિક એડવેન્ચર સ્પોર્ટ્સ કપડાં બનાવે છે. આ કંપનીએ બનાવેલા કપડાં વિશ્વના સૌથી ટકાઉ કપડાં મનાય છે.

કંપનીનો દાવો- તેમના દ્વારા બનાવેલું પેન્ટ 100 વર્ષ સુધી નહીં ફાટે
વોલબેકનું કહેવું છે કે, આ જેકેટનો બહારનો ભાગ સ્ટિલથી 15 ગણો અને એરેમિડ ફાઈબરથી 40 ગણો મજબૂત છે, જેનાથી આ જેકેટને કાપવું કે ફાડવું અશક્ય છે. આ પફર જેકેટનો બહારનો ભાગ ડાઈનીમા ફાઈબરથી બનાવ્યો છે, જે હકીકતમાં બોડી આર્મર અને એન્ટિ બેલિસ્ટિક વાહનનું કવચ બનાવવા ઉપયોગમાં લેવાય છે. જોકે, આ જેકેટ બુલેટપ્રૂફ નથી. આ માટે ડાઈનીમાના બહુ જ બધા પડ જેકેટ પર ચઢાવવા પડે. મોટા ભાગના જેકેટ બનાવતી કંપનીઓ એ વાતનું ધ્યાન રાખે છે કે, જેકેટનું વજન હલકું હોય અને પહેરનારાને વધુ ભાર ના લાગે, પરંતુ વોલબેકે બનાવેલા જેકેટ અઢી કિલો છે.

71 હજાર રૂપિયાનું જેકેટ
કંપનીનો દાવો છે કે, આ જેકેટને જીવનભર પહેરશો તો પણ નહીં ફાટે. એટલે તેની કિંમત 985 ડૉલર (આશરે રૂ. 71 હજાર) રખાઈ છે. અમારા દ્વારા બનાવેલું પેન્ટ પણ 100 વર્ષ સુધી ફાટતું નથી. આ પ્રકારના પેન્ટ ત્રણ પડમાં બનાવાય છે. તેનો બહારનો ભાગ પાણીને રોકે છે અને તે ઘર્ષણનો વિરોધ કરે એ રીતે ડિઝાઈન કરાયું છે. આ પેન્ટનું વચ્ચેનું પડ અગ્નિરોધક છે અને ઉચ્ચ તાપમાન પર એક એરબેગના રૂપમાં ફેલાય છે, જે તમારા પગ અને આગની લપેટો વચ્ચે અવરોધનું કામ કરે છે, જ્યારે ત્રીજું પડ એરેમિડ ફાઈબર અને નાયલોન દ્વરાા બનાવાયું છે, જે વધારાની સુરક્ષા આપે છે.

X
Destroy Winter With This Jacket Made From The Strongest Fibre Known To Man, Just For Rs 71,000

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી