વેપલો / દિલ્હીમાં હવે શુદ્ધ ઓક્સિજનવાળી હવા પણ વેચાવા લાગી, 15 મિનિટનાં 299 રૂપિયા

Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar

  • ‘ઓક્સિ પ્યોર’ બારનો દાવો-આ દેશનો પ્રથમ ઓક્સિજન બાર છે
  • બાર કસ્ટમરને પોર્ટેબલ શુદ્ધ ઓક્સિજન પણ આપે છે
  • આ બારની થેરાપીમાં ગ્રાહક ઓરેન્જ, વેનીલા, તજ, ફુદીનો અને નીલગિરી ફ્લેવરમાં શુદ્ધ ઓક્સિજન લઈ શકે છે
  • સૌથી મોંઘી કિંમત લેવેન્ડરની, 15 મિનિટના 500 રૂપિયા

Divyabhaskar.com

Nov 15, 2019, 07:21 PM IST

દિલ્હી: દિલ્હીમાં વધી રહેલા હવાના પ્રદૂષણ વિશે દરેક કોઈ માહિતગાર છે, તેવામાં મોટાભાગના લોકો શહેરમાં શુદ્ધ હવાની શોધ કરી રહ્યા છે. દિલ્હીના આજુબાજુના રાજ્યો તેમના ખેતરમાં ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાંથી લઈને નવેમ્બરના શરૂઆતના અઠવાડિયાં દરમિયાન પરાલી (CRM- crop residue burning) સળગાવે છે, જેને કારણે હવા જીવલેણ બની જાય છે. આ સમસ્યાનો જુગાડ દિલ્હીમાં આવેલ ઓક્સિજન બારે શોધી લીધો છે. ‘ઓક્સિ પ્યોર’ બાર દુનિયાનો પ્રથમ બાર છે કે, જે શ્વાસમાં લેવાલાયક ઓક્સિજનની ઓફર કરે છે. ઓક્સિ પ્યોર બાર નવી દિલ્હીમાં સિટીવોલ્ક મોલ, સાકેતમાં આવેલો છે. રોજ બારની મુલાકાત 10થી 15 ગ્રાહકો લે છે.

ઓક્સિ પ્યોર બારમાં 15 મિનિટની થેરાપીના 299 રૂપિયા
આમ તો આ ઓક્સિ પ્યોર બાર મે મહિનામાં આર્યવીર કુમારે લોન્ચ કર્યો હતો, પણ દિવાળી પછી દિલ્હીમાં હવાના પ્રદૂષણે હવાની ભયજનક સપાટી વટાવી દેતા તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઓક્સિ બારની મીડિયાએ ફરીથી નોંધ લીધી છે. આ બાર બહારથી દરેક બાર જેવો સરખો જ લાગે છે પણ તેને અલગ ઓક્સિજન પાડે છે. અહીં આવતા ગ્રાહકોને ફ્રેશ એર શ્વાસમાં લેવા માટે 15 મિનિટનાં 299 રૂપિયા ચૂકવવાના રહેશે. બારનો દાવો છે કે, અમે જે થેરાપી આપીએ છીએ તેનાથી યાદશક્તિ, એકાગ્રતા, વધુ એનર્જી લેવલ અને ડિપ્રેશનથી છૂટકારો મળે છે. એક થેરાપીમાં ગ્રાહક 4થી 5 વખત નોર્મલ ઓક્સિજન શ્વાસમાં લઈ શકે છે.

95 ટકા પ્યોર ઓક્સિજન
હવે વાત રહી ઓક્સિજનની તો આ બારમાં ગેસ ઓક્સિજન કોન્સનટ્રેટરની મદદથી પ્રોડ્યુસ કરવામાં આવે છે. આ મશીન હવામાંથી ઝેરી ગેસ અને નાઇટ્રોજન વાયુને દૂર કરે છે. કંપનીનો દાવો છે કે, ફિલ્ટરની મદદથી પ્રોડ્યુસ થયેલ ઓક્સિજન 95 ટકા પ્યોર હોય છે.

આ બાર ગ્રાહકોને પોર્ટેબલ ઓક્સિજન પણ આપે છે
ઓક્સિ પ્યોર બારની કસ્ટમર અંજનાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, દિલ્હીની પોલ્યુટેડ હવા વચ્ચે આ બાર ફ્રેશ ઓક્સિજન આપે કરે છે. સ્ટોરનાં ઓપરેટર અજય જ્હોન્સને જણાવ્યું કે, આ પ્રકારનો બાર દિલ્હીનો પ્રથમ બાર છે. હાલ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘણું વધારે છે, તેવામાં અમારી પ્રોડક્ટ શુદ્ધ હવા આપે છે. એટલું જ નહીં પણ અમે પોર્ટેબલ ઓક્સિજન પણ ગ્રાહકોને આપીએ છીએ, જે તેઓ તેમની સાથે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે છે.

ફ્લેવરવાળો ઓક્સિજન
ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે,આ બારની મુલાકત લેતા કસ્ટમર વિવિધ ફ્લેવરમાં શુદ્ધ ઓક્સિજન લઈ શકે છે. જેમાં ઓરેન્જ, ચેરી, વેનીલા, બદામ, લેવેન્ડર, તજ, ફુદીનો અને નીલગિરી ફ્લેવર સામેલ છે.

પ્યોર ઓક્સિજન જીવલેણ બની શકે છે
દિલ્હીમાં પ્રદૂષણના નામે વેપલો કરવા માટે ઓક્સિજન બાર ભલે ખૂલી રહ્યા હોય, પરંતુ વિજ્ઞાન કહે છે કે પ્યોર ઓક્સિજન શ્વાસમાં લેવો પણ જીવલેણ બની શકે છે. પૃથ્વી પરની પ્રદૂષણ રહિત શુદ્ધ હવામાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ 21 ટકા જેટલું છે. આ હવા શરીરમાં ગયા પછી લોહીમાંના હિમોગ્લોબિનના કણો તે હવામાંના ઓક્સિજનનું શરીરમાં વહન કરે છે. પરંતુ શરીર વ્યક્તિ જો જરૂર કરતાં વધુ પ્રમાણમાં ઓક્સિજન ધરાવતી હવા (સમજો કે પ્યોર ઓક્સિજન) શ્વાસમાં લે તો આ ઓક્સિજનનું લોહી સાથે શરીરમાં વહન થઈ શકતું નથી. પરિણામે વધુ પડતા ઓક્સિજનના કણો ફેફસાંની સપાટી પર રહેલાં પ્રોટિન સાથે જોડાય છે અને શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના કામમાં અડચણ પેદા કરે છે. તે માણસની આંખના રેટિનાને પણ ગંભીર અસર પહોંચાડે છે. ભૂતકાળમાં ગિની પિગ પર થયેલા પ્રયોગો પરથી સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે 48 કલાક સુધી માણસ એકદમ પ્યોર ઓક્સિજન શ્વાસમાં લે તો તેનાં ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, નોર્મલ ઓક્સિજન લેવા માટે વ્યક્તિ વધુ ને વધુ શ્વાસ લે છે, છાતીમાં દુખાવો થવા લાગે છે અને વ્યક્તિને મૂર્છા આવી જાય છે. જો વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો તે મોતના મોંમાં ધકેલાઈ જાય છે. દિલ્હીમાં ખૂલેલો ઓક્સિજન બાર લોકોને 95 ટકા શુદ્ધ ઓક્સિજન આપવાનો દાવો કરે છે.

ઇંગ્લેન્ડનો O2 બાર

આ પ્રકારનો ઓક્સિજન બાર દેશનો પ્રથમ બાર છે, પણ એવો અન્ય બાર ઇંગ્લેન્ડમાં પણ આવેલો છે. સ્ટોક ઓન ટ્રેન્ટ શહેરમાં O2 બાર આવેલો છે. અહીં આવનારા ગ્રાહકો ફ્લેવરવાળો શુદ્ધ ઓક્સિજન લે છે.

આ વર્ષે દિલ્હીમાં બીજી આઉટલેટ લોન્ચ થશે
ઓક્સિ પ્યોર બારનાં હેડે કહ્યું કે, અમે આ વર્ષે જ ડિસેમ્બર મહિનામાં બીજી આઉટલેટ દિલ્હી એરપોર્ટ પર લોન્ચ કરી શકીએ છીએ.

X
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar
Delhi's pure oxygen zone: India's first oxygen bar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી