મદદ / તોફાનગ્રસ્તોની મદદ માટે પર્યટકોએ ક્રૂઝની યાત્રા છોડી, સેન્ડવીચ અને પાણીની બોટલો એકત્ર કરી

Cruise Ships, Long Contentious in Bahamas, Offer Lifeline After Dorian
Cruise Ships, Long Contentious in Bahamas, Offer Lifeline After Dorian

Divyabhaskar.com

Sep 12, 2019, 11:07 AM IST

બહામાસ: ઉત્તર-પશ્ચિમી બહામાસ અને દક્ષિણ પૂર્વ અમેરિકા અને કેનેડામાં ડોરિયન તોફાને ભારે તબાહી મચાવી છે. જેનાથી આ વિસ્તારોમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. પણ ક્રૂઝથી ફરવા નિકળેલા પર્યટકોએ આવા સમયમાં જે કર્યું તે પ્રેરક છે. આ લોકોએ સાત દિવસની પોતાની યાત્રાને લોકોની મદદ માટે અધવચ્ચે જ છોડી દીધી. ગયાં અઠવાડિયે ક્રૂઝ સેલિબ્રિટી ઇક્વિનોક્સ ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલથી એક સપ્તાહના પ્રવાસ માટે રવાના થયું હતું. આ જહાજ પર 3000 પ્રવાસીઓ હતા.

આ લોકોએ પોતાની સાત દિવસની યાત્રા બાદ નસાઉ પહોંચવાનું હતું. ડોરિયન તોફાનના આવ્યા બાદ આ લોકોએ પોતાના નિર્ધારિત સ્થળ બહામાસના બદલે એક એવા ટાપુ પર સ્ટે કર્યો, જેને આ તોફાનથી ઓછું નુકસાન થયું હતું. અહીં પહોંચ્યા બાદ ક્રૂ મેમ્બર્સ અને જહાજ પર સવાર પર્યટકોએ પાછા ફરવાના બદલે પોતાની યાત્રાને લોકોની મદદ માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અને તે જરૂરતમંદોની મદદમાં લાગી ગયા. તેમણે દસ હજાર લોકો માટે સેન્ડવિચ અને પાણીની બોટલો એકત્રિત કરી. બાળકોએ પણ આ કામમાં આગળ પડતો ભાગ લીધો. આ બાળકોએ લોકો પ્રતિ લાગણી દર્શાવવા માટે ગ્રીટિંગ કાર્ડ પણ તૈયાર કર્યા.

પછી અન્ય ક્રૂઝના પર્યટકો પણ આ કાર્યમાં જોડાઇ ગયા. લોકોની મદદ માટે બહામાસ પેરેડાઇઝ ક્રૂઝ લાઇન, રોયલ કેરેબિયન, વોલ્ટ ડિઝની અને કાર્નિવલ ઓપરેશન જેવા ગ્રુપ પણ આગળ આવ્યા.આ ટાપુઓથી લોકોને કોઇ સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા લોકોએ મદદ કરવા ઉપરાંત પોતાના તમામ સંશાધનો તેમની મદદ માટે લગાવી દીધા.

બીજા બાજુ યૂનીસેફે પણ આ અઠવાડિયાંમાં દોઢ ટન જીવન જરૂરી વસ્તુઓ નસાઉ પહોંચાડવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પાણીના જગ અને બોટલો તથા પાણી સ્વચ્છ કરવા માટેની ગોળીઓ પહોંચાડી છે.

X
Cruise Ships, Long Contentious in Bahamas, Offer Lifeline After Dorian
Cruise Ships, Long Contentious in Bahamas, Offer Lifeline After Dorian
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી