મદદ / ગરીબ અને જરૂરિયાતમંદને જમવાનું મળે તે માટે મુંબઈમાં 5 કમ્યુનિટી ફ્રિજ મૂકાયાં

Community fridge set up to check food waste, feed needy in Mumbai
Community fridge set up to check food waste, feed needy in Mumbai

  • ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બેંગ્લોરમાં 5 કમ્યુનિટી ફ્રિજ મૂકાયાં હતાં

Divyabhaskar.com

Nov 08, 2019, 04:05 PM IST

મુંબઈ: દુનિયામાં રોજનું કેટલુંય ખાવાલાયક ભોજન સીધું ગટરમાં સ્વાહા થઈ જતું હોય છે, તો બીજી તરફ લાખો લોકો એવા પણ છે જેમને બે ટકનું ભોજન પણ મળતું નથી. મુંબઈ શહેરમાં ખાવાનું ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે કમ્યુનિટી ફ્રિજ મૂકવામાં આવ્યું છે. જે લોકોનું ભોજન વધ્યું હોય તેઓ અહીં ફ્રિજમાં મૂકી શકે છે અને જરૂરિયાતમંદ લોકો અહીં બપોરે 1થી 2:30 અને સાંજે 7થી 9:30 સુધી જમવાનું લઈ જઈ શકે છે. આ પહેલની શરૂઆત વર્સોવા વેલ્ફેઅર એસોશિયેશન અને અંધેરીના સ્થાનિકોએ ભેગા મળીને કરી છે.

સ્થાનિકો પણ ફ્રિજનું ધ્યાન રાખે છે
સ્થાનિક રહેવાસી પ્રીતિ ખુરાનાએ આ પહેલ વિશે કહ્યું કે, મુંબઈમાં 5 જગ્યા લોખંડવાલા, વર્સોવા, ઓશિવારા, ડીએન નગર અને મીરા રોડ પર આ પહેલ કરવામાં આવી છે. ફ્રિજમાં રહેલ ભોજનની દેખરેખની જવાબદારી સ્થાનિકો અને વર્સોવા વેલ્ફેઅર સોસાયટીની છે.

ફ્રિજ પાછળનો હેતુ
કુલ 5 ફ્રિજમાંનું પ્રથમ ફ્રિજ જાન્યુઆરી મહિનામાં મૂકવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજું ફ્રિજ 18 મેના રોજ મૂકાયું હતું.અત્યારે હવે 5 જગ્યાએ ફ્રિજ મૂકાઈ ગયા છે. અહીં જમવાનું લેવામાં મજૂર, ઓટોરિક્ષા ડ્રાઇવર અને બીએમસી વર્કર પણ સામેલ છે. આ ફ્રિજનું ધ્યાન નવીનકુમાર મંડલ રાખે છે. નવીને કહ્યું કે, આ પહેલનો હેતુ જમવાનો બગાડ થતો અટકાવવાનો અને જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો છે. આ જમવાનું તે લોકો માટે છે જેનો ઘણા ગરીબ છે અને પોતાનો દિવસ રસ્તા પર વિતાવે છે.

બેંગ્લોરમાં ગયા વર્ષે કમ્યુનિટી ફ્રિજ મૂકાયાં
કમ્યુનિટી ફ્રિજમાં માત્ર શાકાહારી ભોજન જ મૂકવામાં આવે છે. મોટાભાગના લોકો રોટલી, શાક, તાજા ફળ અને વડાપાઉં મૂકી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલ દેશમાં પ્રથવાર કરવામાં આવી નથી. આની પહેલાં ગયા વર્ષે બેંગ્લોરમાં પણ પાંચ જગ્યાએ ઓગસ્ટ મહિનામાં કમ્યુનિટી ફ્રિજ મૂકવામાં આવ્યાં હતાં, આ ફ્રિજનું ધ્યાન એનજીઓ રાખે છે. હાલ પણ ગરીબ અને જરૂરિયાતમંદને આ ફ્રિજ જમવાનું પૂરું પાડે છે.

X
Community fridge set up to check food waste, feed needy in Mumbai
Community fridge set up to check food waste, feed needy in Mumbai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી