જાપાન / ક્લાર્કે 1300 લોકોના ક્રેડિટ કાર્ડની જાણકારી યાદ રાખીને ઓનલાઇન શોપિંગ કરી

Clerk went shopping online, remembering over 1300 people's credit card information in japan

Divyabhaskar.com

Sep 11, 2019, 10:17 AM IST

ટોક્યો: જાપાનમાં એક ક્લાર્કે આશરે 1300 લોકોના ક્રેડિટ કાર્ડ નંબર યાદ રાખીને ઘણા પૈસા ઉડાવ્યા છે. 34 વર્ષના યુસુકે તાનીગુચીએ છેલ્લા ઘણા દિવસથી ક્રેડિટ કાર્ડની જાણકારી ચોરીને તેનો ઉપયોગ કરવા બદલ પકડાઈ ગયો છે. યુસુકે કોટો સીટીના એક શોપિંગ મોલમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો, તે પોતાની ફોટોગ્રાફિક મેમરીની મદદથી કસ્ટમરના ક્રેડિટ કાર્ડની જાણકારી પોતાના મગજમાં સેવ કરી લેતો હતો.

ફોટોગ્રાફિક મેમરીની મદદથી લોકોને એક જ વખત જોયેલી વસ્તુ યાદ રહી છે. આ મહાશય કોઈ પણ વસ્તુ જોઈને તેને આરામથી યાદ રાખી લેતો હતો. યાદ રાખેલી વસ્તુઓ તે એક બુકમાં નોટ કરી લેતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વસ્તુઓને લાંબા સમય સુધી યાદ રાખનાર યુસુકે ક્રેડિટ કાર્ડ હોલ્ડરના નામ, તેના 16 અંક, એક્સપાયરી ડેટ અને સિક્યોરિટી કોડ આરામથી યાદ કરી લેતો હતો.

ત્યારબાદ આ બધી માહિતીથી તે ઓનલાઇન શોપિંગ કરતો હતો. શોપિંગ કરેલી વસ્તુઓને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર ઓનલાઇન શોપિંગની ડિલિવરી વખતે તેનો ભાંડો ફૂટી ગયો હતો. તેણે ક્રેડિટ કાર્ડથી એક લાખ 80 હજાર રૂપિયા એક બેગમાં મંગાવ્યા હતા.

પોલીસે યુસુકેની ધરપકડ કરી છે, તેની પાસેથી એક નોટ પણ મળી છે જેમાં તેણે હજારો કાર્ડની માહિતી લખી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, તેણે આ બધા ક્રેડિટ કાર્ડથી કુલ કેટલા રૂપિયાની શોપિંગ કરી છે.

X
Clerk went shopping online, remembering over 1300 people's credit card information in japan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી