• Home
  • Ajab Gajab
  • Interesting
  • Chinese property tycoon is set to break record with £210m purchase of 45 room Knightsbridge mansion overlooking Hyde Park

સૌથી મોંઘું ઘર ‌ / લંડનમાં હાઇડ પાર્ક તરફ ફેસિંગવાળી 45 રૂમની હવેલી 1.85 હજાર કરોડ રૂપિયામાં વેચાશે

Chinese property tycoon is set to break record with £210m purchase of 45-room Knightsbridge mansion overlooking Hyde Park

  • આ હવેલી ઇ.સ. 1830માં બની હતી
  • ચીનના પ્રોપર્ટી ટાયકૂન ચેઉંગ ચુંગ કિઉએ આ હવેલી ખરીદી
  • હવેલીનું ઇન્ટિરિયર ફ્રાન્સના મશહૂર ડિઝાઇનર આલ્બર્ટ પિન્ટોએ બનાવ્યું હતું

Divyabhaskar.com

Jan 13, 2020, 09:17 AM IST
લંડન: ચીનના પ્રોપર્ટી ટાયકૂન ચેઉંગ ચુંગ કિઉ લંડનમાં હાઇડ પાર્ક તરફ ફેસિંગવાળી 45 રૂમની હવેલી 1.85 હજાર કરોડ રૂપિયા (અંદાજે 20 કરોડ પાઉન્ડ)માં ખરીદવા સહમત થઇ ગયા છે. ડીલ પૂરી થઇ ગયા બાદ આ ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર હશે. 7 માળની આ હવેલી ઇ.સ. 1830માં બની હતી. તેમાં 45 રૂમ ઉપરાંત 20 બેડરૂમ, એક સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ હેલ્થ સ્પા, જિમ, લિફ્ટ તથા ઘણી કારો માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. આ ઘર લંડનના કેન્સિંગ્ટન ગાર્ડનની દક્ષિણે સ્થિત છે. તેની 68 બારીઓમાંથી પાર્ક દેખાય છે. તેનું ઇન્ટિરિયર ફ્રાન્સના મશહૂર ડિઝાઇનર આલ્બર્ટ પિન્ટોએ બનાવ્યું હતું. તેના પૂર્વ માલિક, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સુલતાન અબ્દુલ અઝીઝનું 2011માં મોત થયું હતું. અબજપતિ બિઝનેસમેન અને બે વખત લેબેનોનના વડાપ્રધાન રહી ચૂકેલા રફીક હરિરિ પણ આ ઘરના માલિક રહી ચૂક્યા છે.
X
Chinese property tycoon is set to break record with £210m purchase of 45-room Knightsbridge mansion overlooking Hyde Park
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી