ચમત્કાર / ચીનનો 52 વર્ષનો માછીમાર સમુદ્રમાં 11 દિવસ સુધી ખતરનાક 'બર્મુડા ટ્રાયન્ગલ'માં પેશાબ પીને જીવિત રહ્યો

Chinese fisherman has survived after 11 days adrift in the 'Bermuda Triangle of Asia'

  • બર્મુડા ટ્રાયન્ગલમાં ફસાયેલી કોઈ વ્યક્તિની જીવિત પરત ફરવાની આશા નહિવત્ હોય છે
  • માછીમારના ચમત્કારિક બચાવને લીધે તેનો પરિવાર ખુશ થઈ ગયો

Divyabhaskar.com

Jun 12, 2019, 11:15 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ચીનનો માછીમાર 11 દિવસ સુધી સમુદ્રમાં ફસાઈને સલામત ઘરે પહોંચ્યો છે. 52 વર્ષીય માછીમાર નિયાન એવી જગ્યાએ ફસાઈ ગયો હતો, જ્યાંથી જીવિત પરત ફરવું ઘણું મુશ્કેલ છે. તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર મોત સામેનો જંગ જીતી લીધો છે.

11 દિવસ માછલીનો ખોરાક ખાધો
ચીનની મીડિયા અનુસાર, 52 વર્ષનો નિયાન ચીનના દક્ષિણ-પૂર્વ તટીય વિસ્તારથી 63 કિલોમીટર દૂર 10 મેથી ફસાઈ ગયો હતો. માછલીઓને પકડવા નીકળેલા નિયાને ઘણો સંઘર્ષ કરીને 11 દિવસ વિતાવ્યા હતા. નિયાને જીવિત રહેવા માટે પોતાનો પેશાબ પીધો અને માછલીઓનો ખોરાક પોતે ખાધો હતો. એક કાર્ગો શિપે નિયાનની બોટ જોઈ લેતાં તેને બચાવી લીધો હતો. બર્મુડા ટ્રાયન્ગલ પર બચવું એ નિયાન માટે એક ચમત્કાર સમાન છે.

માછીમારીમાં 36 વર્ષનો અનુભવ
10 મેના રોજ તેઓ સમુદ્રમાં ભટકો ગયા હતા. ઝડપી પવન, સમુદ્રની ભયંકર લહેરો અને ખરાબ વાતાવરણને કારણે તેની પેટ્રોલ બોટ એશિયાના બર્મુડા ટ્રાયન્ગલમાં ફસાઈ ગઈ હતી. નિયાન છેલ્લા 36 વર્ષોથી માછીમારીનું કામ કરે છે, પરંતુ આજ સુધી તેને આટલો ભયંકર અનુભવ ક્યારેય થયો નથી. નિયાનની પત્નીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, 11 દિવસો વીતી જતાં મેં મારા પતિની જીવિત હોવાની આશા જ છોડી દીધી હતી. ઘણીવાર મને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. તેમનું પરત ફરવું એ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી.

ખતરનાક છે એશિયાનું બર્મુડા ટ્રાયન્ગલ
વર્ષ 2016માં બર્મુડા ટ્રાયન્ગલમાં કુલ 85 જહાજ ગાયબ થઈ ગયા હતા. બર્મુડા ટ્રાયન્ગલ વાસ્તવમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો જ એક ભાગ છે. તેને 'ડેવિલ્સ ટ્રાયન્ગલ' પણ કહેવાય છે. અહીં ગાયબ થઈ જતાં એરક્રાફ્ટ કે જહાજનો કોઈ અતોપતો મળતો નથી અને તે કાયમ માટે એક રહસ્ય બનીને રહી જાય છે.

X
Chinese fisherman has survived after 11 days adrift in the 'Bermuda Triangle of Asia'
Chinese fisherman has survived after 11 days adrift in the 'Bermuda Triangle of Asia'
Chinese fisherman has survived after 11 days adrift in the 'Bermuda Triangle of Asia'
Chinese fisherman has survived after 11 days adrift in the 'Bermuda Triangle of Asia'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી