ચેન્નાઈ / ભારતમાંથી કિડનેપ થયેલો દીકરો 20 વર્ષ પછી અમેરિકામાંથી મળ્યો, પેરેન્ટ્સે કહ્યું- બેટા, ત્યાં જ રહેજે, ખુશ રહીશ

Chennai Couple gets kidnapped son from America after 20 years

  • વર્ષ1999માં અવિનાશનું કિડનેપ થયું હતું
  • અવિનાશને અમેરિકાના દંપતીએ દત્તક લીધો હતો

Divyabhaskar.com

Sep 11, 2019, 10:17 AM IST

ચેન્નાઈ: ચેન્નાઈમાં 20 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો હાલ તેના માતા-પિતાને મળી ગયો છે. આ દીકરાને પોતાની પાસે રાખવાની તેના પેરેન્ટ્સે ના પાડી દીધી. વર્ષ 1999માં ચેન્નાઈના નાગેશ્વર રાવ અને શિવગામીના બે વર્ષના દીકરા અવિનાશનું કિડનેપ થયું હતું. એક રિક્ષાવાળાએ અવિનાશને મલેશિયન સોશિયલ સર્વિસ નામની સંસ્થાને વેચી દીધો હતો. વિદેશી નાગરિકો આ સંસ્થાના બાળકોને દત્તક લે છે. મોટાભાગના બાળકોને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને નેઘરલેન્ડ્સમાં મોકલવામાં આવે છે. તેમાંથી અમેરિકાના એક દંપતીએ અવિનાશને દત્તક લીધો હતો. આ મામલાની તપાસ સીબીઆઈએ કરી છે.

માતા-પિતાને મળી ભાવુક થઈ ગયો
સીબીઆઈએ વર્ષ 2009માં અવિનાશનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટમાં જ તે રાવ દંપતીનો દીકરો છે તે વાત સામે આવી ગઈ હતી. પણ અમેરિકાના કાનૂન પ્રમાણે દત્તક લીધેલો દીકરો જાય સુધી પુખ્ત વયનો ન થઈ જાય ત્યાં સુધી તે તેના દાવેદારને મળી શકતો નથી. રાવ દંપતી પાસે રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અવિનાશ આ મહિને 22 વર્ષનો થઈ ગયો અને તે તેની માતાને મળવા આવ્યો. 5 સપ્ટેમ્બરે અવિનાશ જ્યારે તેના રિયલ માતા-પિતાને મળ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો હતો.

મા-દીકરાને એકબીજાની ભાષા સમજાતી નહોતી
અવિનાશ મળી તો ગયો પણ મા-દીકરો એકબીજાની ભાષા સમજી શકતા નથી. અવિનાશને તમિળ ભાષા નથી આવડતી અને તેની માતાને અંગ્રેજી નથી આવડતું તો પણ બંને ખુશ છે. શિવગામી અને નાગેશ્વરે કહ્યું કે, ખુશ વહેંચવાથી વધે છે. અમે ઈચ્છીએ છીએ કે અમારો દીકરો હંમેશાં ખુશ રહે. પછી તે અમેરિકામાં રહેતો હોય કે અહીંયા ભારતમાં. અવિનાશે કહ્યું કે, મારે તમને ઘણું બધું કહેવું છે. પણ અત્યારે મારે પરત અમેરિકા જવું પડશે. હું ફરીવાર તમને મળવા માટે ચોક્કસ આવીશ. અવિનાશે કહ્યું કે, હવે હું પરત આવીશ ત્યારે તમિળ ભાષા શીખીને આવીશ. હું મારી માતાને ઘણી બધી વાત કહેવા માગું છું.

X
Chennai Couple gets kidnapped son from America after 20 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી