ઓરિસ્સા / 35 વર્ષીય આર્ટિસ્ટ બિશ્વજીત માટીથી બાળકીઓના લોહિયાળ ચહેરા બનાવીને કન્યા ભ્રૂણહત્યા વિશે જાગૃતિ ફેલાવે છે

ceramic and clay figures, some broken and some glazed, Odia artist Biswajita Moharana sculpts

Divyabhaskar.com

Aug 13, 2019, 04:10 PM IST

ભુવનેશ્વર: ઓરિસ્સાની આર્ટિસ્ટ બિશ્વજીત મોહરાણા કન્યા ભ્રૂણહત્યા વિરુદ્ધ પોતાના આર્ટવર્કથી લોકોને જાગૃત કરી રહી છે. તે માટી અને સિરામિકમાંથી નવજાત બાળકીઓના ચહેરા બનાવે છે, ત્યારબાદ તેના પર રંગ દ્વારા લોહીની ઇફેક્ટ આપીને કન્યા ભ્રૂણહત્યા વિશે લોકોનું ધ્યાન દોરે છે. બિશ્વજીતે કહ્યું કે, કલાકૃતિઓ લોકો પર મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક છાપ છોડીને જાય છે, આથી મેં કન્યા ભ્રૂણહત્યાને બતાવવા માટે આ આર્ટને પસંદ કર્યું.

બિશ્વજીતનું માનવું છે કે, દીકરી જિંદગીમાં પ્રેમ અને આશાની ભેટ છે. તેમ છતાં આજે આપણા દેશમાં દીકરીઓને ગર્ભમાં કે જન્મ પછી મારી નાખવામાં આવે છે. વર્ષ 2007માં એક ખાડામાં 60 ત્યજી દેવાયેલા સ્ત્રી ભ્રૂણ મળી આવ્યા હતા, આ શોકિંગ સમાચારે મને આ દુષ્ટ કામ વિરુદ્ધ લડવાની પ્રેરણા આપી.

ગયા વર્ષે આ 35 વર્ષીય આર્ટિસ્ટે ભુવનેશ્વર આર્ટિસ્ટ એસોસિયેશનના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેણે પોતાના પ્રોજેક્ટનું નામ 'અનટોલ્ડ સ્ટોરી ઓફ લક્ષ્મી' રાખ્યું હતું. બિશ્વજીતે કહ્યું કે,આ આપણા દેશમાં ભલે લક્ષ્મીની પૂજા થતી હોય, પણ દેશની લક્ષ્મી સુરક્ષિત નથી. દીકરીને આ દુનિયામાં લાવ્યા પહેલાં જ તેને ગર્ભમાં મારી નાખવામાં આવે છે. હું આ દર્દના ભાવ ચહેરા પર દર્શાવું છું, જે પ્રથમ વખત જોનાર વ્યક્તિના ધ્યાનમાં તરત આવી જાય છે. હું માટી અને સિરામિકના આર્ટવર્કથી કન્યા ભ્રૂણહત્યાની પીડા દર્શાવું છું. આવનારા સમયમાં કન્યા ભ્રૂણહત્યા રોકવા મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ.

X
ceramic and clay figures, some broken and some glazed, Odia artist Biswajita Moharana sculpts
ceramic and clay figures, some broken and some glazed, Odia artist Biswajita Moharana sculpts
ceramic and clay figures, some broken and some glazed, Odia artist Biswajita Moharana sculpts
ceramic and clay figures, some broken and some glazed, Odia artist Biswajita Moharana sculpts

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી