પહેલ / છત્તીસગઢમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે ખૂલ્યું, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે એક ટાઈમનું ભાણું મફત

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
Bring Plastic Waste And Eat Full Meal At India's First Garbage Cafe In Chhattisgarh

  • કાફે પાછળનો મુખ્ય હેતુ શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો છે
  • આ કાફે અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે છે

Divyabhaskar.com

Jul 19, 2019, 12:30 PM IST

અંબિકાપુર: પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરાવવા અનોખો જુગાડ શોધી લીધો છે. અંબિકાપુરમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે શરુ કરવામાં આવ્યું છે. આ કાફેમાં બેઘર લોકોને કચરાના બદલામાં મફત જમવાનું આપવામાં આવે છે.

દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર
કાફેના નિયમ પ્રમાણે, 1 કિલો કચરો એકત્રિત કરનાર વ્યક્તિને એક ટાઈમનું ભોજન મફત અને 500 ગ્રામ કચરો લાવનારને નાસ્તો મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અંબિકાપુર ઇન્દોર શહેર પછી દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર છે.

શહેરમાં પ્લાસ્ટિકનો રોડ
અંબિકાપુર શહેરમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં પ્રથમ પ્લાસ્ટિકનો રોડ બનાવવા માટે આશરે 8 લાખ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કર્યો હતો. પ્લાસ્ટિક અને ડામરનું મિશ્રણ કરીને રોડ બનાવવામાં કોર્પોરેશનને સફળતા મળી હતી.

પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ
અંબિકાપુર શહેરના મેયર અજય તિરકેએ કહ્યું કે, ગાર્બેજ કાફેને શરૂઆતમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ શહેરને કચરામુક્ત કરવાના અભિયાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર મફત ભોજન જ નહીં, પણ ગરીબ અને બેઘર લોકોને રહેવા માટે આશરો પણ આપી રહી છે. ગાર્બેજ કાફેની સ્કીમ સ્વચ્છતા અભિયાનનો જ એક ભાગ છે. શહેરમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર અમે ક્યારનો પ્રતિબંધ મૂક્યો છે. ગાર્બેજ કાફેની મદદથી શહેર કચરામુક્ત બને તેવા પ્રયત્નો કરીશું. અમે લોકોને આપેલાં વચન પ્રમાણે કચરો એકત્રિત કરનારને પ્રેમથી જમાડીશું.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો
Bring Plastic Waste And Eat Full Meal At India's First Garbage Cafe In Chhattisgarh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી