વાઇરલ વીડિયો / બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી હોમવર્ક કરતો

Brazilian boy's home does not have internet, goes to Samsung store and does homework from tablet

  • વીડિયો વાઇરલ થયા પછી સ્ટોરના માલિકે છોકરાને બે ટેબ્લેટ ગિફ્ટ કર્યા

Divyabhaskar.com

Nov 17, 2019, 05:53 PM IST

બ્રાઝિલ: સોશિયલ મીડિયા પર સેમસંગના સ્ટોર પર એક છોકરો ટેબ્લેટમાંથી હોમવર્ક કરી થયો હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 10 નવેમ્બરે શેર થયેલા આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ લોકોએ જોયો છે.

વાત એમ છે કે, સેમસંગ સ્ટોર પર રોજ એક છોકરો આવતો હતો, અને તે રોજ સ્કૂલ બેગમાંથી નોટબુક કાઢીને ટેબ્લેટની બાજુમાં ઊભો રહીને લખતો હતો. આ તેનું રોજનું કામ થઈ ગયું હતું. આ છોકરાનું નામ ગુઈહર્મ છે. તેને રોજ આ કામ કરતા જોઈને એક દિવસ કર્મચારીએ તેને પૂછ્યું કે કેમ તે સ્ટોર પર આવીને લખે છે? ગુઇહર્મનો જવાબ સાંભળીને સ્ટોરનો કર્મચારી ભાવુક થઈ ગયો હતો.

સ્ટોરના માલિકે ગિફ્ટ આપી
ગુઈહર્મને ભણવામાં ઘણો રસ છે, પણ તે જે એરિયામાં રહે છે ત્યાં ઇન્ટરનેટની કોઈ સુવિધા નથી. આથી તે સ્ટોર પર મૂકેલા ટેબ્લેટના ઇન્ટરનેટની મદદથી સ્કૂલનો હોમવર્ક કરતો હતો. આ જોઈને સ્ટોરના કર્મચારીઓનું દિલ પીગળી ગયું અને તેને રોજ સ્ટોર પર આવીને હોમવર્ક કરવાની છૂટ પણ આપી. સોશિયલ મીડિયા પર આ છોકરાની ક્લિપ વાઇરલ થયા પછી સ્ટોરના માલિકે તેને 2 ટેબ્લેટ ગિફ્ટ કર્યા.

278 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 12 ટેબ્લેટ
બ્રાઝિલની સ્થાનિક મીડિયા પ્રમાણે ગુઈહર્મ જે સ્કૂલમાં ભણે છે ત્યાં કુલ 278 વિદ્યાર્થીઓ છે, જેમાં વિદ્યાર્થીઓના વપરાશ માટે માત્ર 12 ટેબ્લેટ જ છે. સેમસંગના સ્ટોરની ભેટને કારણે ગુઈહર્મને હવે ક્યારેય ઇન્ટરનેટ શોધવા માટે જવું નહીં પડે. સોશિયલ મીડિયા યુઝર્સ સ્ટોરની ઉદારતાના વખાણ કરતા થાકી રહ્યા નથી.

X
Brazilian boy's home does not have internet, goes to Samsung store and does homework from tablet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી