સિંગાપોર / અબજોપતિ ડાયસને સૌથી ઊંચી બિલ્ડિંગમાં 372 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ ખરીદ્યું

Billionaire James Dyson bought penthouse for 372 crore in the tallest building
Billionaire James Dyson bought penthouse for 372 crore in the tallest building

  • ડાયસનનું આ પેન્ટ હાઉસ 21 હજાર વર્ગ ફૂટમાં બન્યું છે
  • પાંચ બેડરૂમવાળું આ ઘર બિલ્ડિંગનાં ટોપ પર છે, તેમાં બગીચો, જાકૂઝી અને બાર જેવી ઘણી લક્ઝરી સુવિધાઓ છે

Divyabhaskar.com

Jul 11, 2019, 06:49 PM IST

અજબ ગજબ ડેસ્કઃ બ્રિટીશ અબજોપતિ સર જેમ્સ ડાયસને સિંગાપોરમાં સૌથી મોંઘું પેન્ટ હાઉસ ખરીદ્યું છે. 372 કરોડ રૂપિયાનું આ ત્રણ માળનું પેન્ટ હાઉસ શહેરની સૌથી ઊંચી ઇમારતનાં ટોચ પર છે. તેમાં ખાનગી લિફ્ટ, સ્વિમિંગ પૂલ, જકુઝી અને બાર જેવી ઘણી વૈભવી સુવિધાઓ છે. પેન્ટ હાઉસ 21 હજાર ચોરસ ફૂટનું બનેલું છે.

20 જૂને ડીલ થઈ
ડાયસનની કંપની વેક્યુમ ક્લીનર અને એર પ્યુરિફાયર જેવા ઉત્પાદનો બનાવે છે. ડાયસને આ વર્ષે જ પોતાની કંપનીનું હેડ ક્વાર્ટર ઇંગ્લેન્ડથી બદલીને એશિયાઈ માર્કેટ આગળ લઈ જવાની વાત કહી હતી. ન્યૂઝ એજન્સીનાં જણાવ્યાં અનુસાર, આ ડીલ 20 જૂનના રોજ થયો હતો. ડાયસન અને તેની પત્નીએ આ પેન્ટ હાઉસ 99 વર્ષ માટે ભાડે લીધું છે.

ઘર 64મા માળે
ડાયસનનું આ ઘર સિંગાપોરની સૌથી ઉંચા બિલ્ડિંગમાં 64મા માળે છે. તેની ઉંચાઈ 290 મીટર છે. ઘરમાં 5 બેડરૂમ છે.
આ ઘરમાં એક પ્રાઇવેટ ગાર્ડન છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગ સિંગાપુરની સૌથી મોંઘી પ્રોપર્ટી સેલ છે.

X
Billionaire James Dyson bought penthouse for 372 crore in the tallest building
Billionaire James Dyson bought penthouse for 372 crore in the tallest building

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી