6 રશિયન મહિલાઓએ સાડી પહેરીને ગયા શહેરમાં પિંડદાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે 27 વિદેશીઓ ગયા શહેરમાં પિંડ દાન માટે આવ્યા હતા
  • મહિલાએ કહ્યું- પિંડ દાન કરીને અમે શાંતિ અનુભવીએ છીએ

ગયા: ભારતમાં મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિ માત્ર આપણા દેશ પૂરતી જ સિમિત નથી. દર વર્ષે અનેક વિદેશીઓ ભારતની સંસ્કૃતિ પ્રમાણે ધાર્મિક વિધિ કરવા માટે આવે છે. હજુ થોડા  દિવસ પહેલાં 6 રશિયન મહિલાઓએ પિંડદાન કર્યું છે.આ મહિલાઓએ બિહારમાં દેવઘાટ પર આવેલ વિષ્ણુપદ મંદિરે આ વિધિ કરી છે. 

રશિયાથી ભારત પિંડદાન માટે આવ્યાં 
ગયા શહેરમાં ફાલ્ગુ નદીમાં પૂરી ધાર્મિક વિધિથી તેમણે પિંડદાન કર્યું છે. આ મહિલાઓને પિંડદાનની વિધિ કરવામાં લોકનાથ ગૌરે મદદ કરી હતી. તેમણે કહ્યું કે,આ આ મહિલાઓ રશિયાની રહેવાસી અને અલગ -અલગ ધર્મ પાળે છે. તેમને આ પિંડદાન કરીને ઘણું સારું લાગી રહ્યું છે. 

'ભારતમાં અમને આંતરિક શાંતિ મળે છે'
આ મહિલાઓ ભારતીય નારીનો પહેરવેશ એટલે કે સાડી પહેરીને વિધિ કરી હતી. રશિયન મહિલા એલેના કાશીસીનાએ કહ્યું કે, ભારત ધાર્મિક દેશ છે. ગયા શહેરમાં આવીને મને ઘણી શાંતિ મળે છે. અમે અમારા પૂર્વજોના આત્માની શાંતિ માટે આવ્યા છીએ.

આ વર્ષે 8 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે
લોકનાથ મહારાજે કહ્યું કે, દર વર્ષે પિતૃ પક્ષમાં ભારતીય ધાર્મિક વિધિ પ્રમાણે પિંડ દાન કરવા માટે અનેક વિદેશીઓ આવે છે. ગયા શહેરમાં અત્યાર સુધી  8 લાખ લોકો પિંડદાન માટે આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શ્રાદ્ધ પક્ષમાં રશિયા, ચીન, સ્પેન અને જર્મનીના કુલ 27 પ્રવાસીઓ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...