- ઇન્ટર્નશિપને આધારે કંપની પોતાની મેટ્રેસીસથી ઊંઘ પર પડતી અસર વિશે જાણશે
- રાતે 9 કલાક અને 100 દિવસ માટે દર અઠવાડિયે સૂવા માટે 1 લાખ રૂપિયાની ચૂકવણી કરશે
Divyabhaskar.com
Nov 30, 2019, 11:35 AM ISTબેંગલુરુ: વધારે પડતી ઊંઘ લેવાના રસિકો માટે એક સાર સમાચાર બેંગલુરુથી આવ્યા છે. બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની Wakefit (મેટ્રેસીસ મેકર)સ્લીપ ઇન્ટર્નશિપ 2020ની બેચ માટે ઉમેદવારો શોધી રહી છે. જો તમને તમારી ઊંઘ વધારે પડતી વહાલી હોય તો તેનાં માધ્યમથી પૈસા કમાવવાની આ અનોખી તક છે.
આ કંપની ઇન્ટર્નશિપ માટે દરરોજ રાતે 9 કલાક અને 100 દિવસ માટે દર અઠવાડિયે સૂવા માટે 1 લાખ રૂપિયાની ચૂકવણી કરશે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'ઊંઘવા માટે પેશનેટ હોય તેવા લોકોને આવકાર્ય છીએ.' કંપનીએ આ નોકરી માટે 'પાયજામા' ડ્રેસ કોડ રાખ્યો છે.
Wakefit.co કંપનીના ડિરેક્ટર એન્ડ કો-ફાઉન્ડર ચૈતન્ય રામાલિંગેગૌડા જણાવે છે કે અમે દેશના શ્રેષ્ઠ સ્લીપર્સ (વધારે પડતી ઊંઘ લેતા લોકો)ની ભરતી કરવા માગીએ છીએ.સ્લીપ ઇન્ટર્નશિપ ઇનિશિએટિવનો હેતુ નિદ્રા પર ધ્યાન રાખીને સારી ઊંઘ વિશે વિચારતા લોકો માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
કંપની ઈન્ટર્નની સૂવાની પેટર્નનું અવલોકન કરશે. તેમનું કાઉન્સલિંગ પણ કરવામાં આવશે. તમામ ઈન્ટર્નની ઊંઘવાની એક્ટિવિટીને ટ્રેક પણ કરવામા આવશે. તેથી કંપની પોતાની મેટ્રેસીસથી ઊંઘ પર પડતી અસર વિશે જાણી શકશે.