રમકડું ચાવવાથી બેન્ગાલ ટાઈગરનો દાંત તૂટી ગયો હતો, 2 ઓપરેશન પછી સોનાનો દાંત લગાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ કલાકનાં બે ઓપરેશન કર્યાં
  • કારાની ઉંમર 5 વર્ષની છે, તેણે ઓપરેશનમાં સારો સાથ આપ્યો હતો
  • ત્રણ અઠવાડિયાં સુધી તેને હાડકાં વગરનું માંસ જમવા અપાયું હતું

બર્લિન: ઇટલીમાં દાણચોરોથી આઝાદ કરાયેલી બેંગાલ ટાઇગર ‘કારા’ને આ મહિને સોનાનો દાંત લગાવવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં રમકડું ચાવવાને લીધે તેનો આગળનો દાંત તૂટી ગયો હતો. ડેનમાર્કના એક્સપર્ટે જર્મનીમાં ઓપરેશન કર્યું હતું. સર્જરીના ત્રણ અઠવાડિયાં પછી હાલ વાઘણની સ્થિતિ નોર્મલ થઈ ગઈ છે. 5 વર્ષની કારાની આ સર્જરી જર્મનીના એનિમલ શેલ્ટરમાં કરવામાં આવી હતી

બે ઓપરેશન કર્યા
ડેન્ટિસ્ટની ટીમે કારાનાં દાંતની સર્જરી માટે બે ઓપરેશન કરવામાં આવ્યા. ઓગસ્ટ મહિનામાં તૂટેલા દાંતને સરખો કરવામાં આવ્યો હતો, જે માટે કુલ 2 કલાક લાગ્યા હતા, જ્યારે ઓક્ટોબર મહિનામાં સોનાનો દાંત લગાવાયો, આ દાંત લગાવતા દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

કારા તેનો સોનાનો દાંત ચાટ્યા કરતી 
ત્રણ અઠવાડિયાં સુધી કારાને હાડકાં વગરનું માંસ જમવા અપાયું હતું. સોનાનો દાંત લગાવ્યા પછી તે ઘણા સમય સુધી તેને ચાટતી રહી હતી, કારણ કે ધાતુના નવા દાંતને લઈને તેને થોડું અજુગતું લાગતું હતું. બાયોલોજિસ્ટ ઈવાએ જણાવ્યું કે, દાંત તૂટી જવાને લીધે કારાને ઘણું દુખતું થતું હશે, પણ હવે તેને આ દુખાવામાંથી રાહત મળી ગઈ છે, ઓપરેશનમાં પણ તેણે અમન પૂરો સાથ આપ્યો હતો. અમે ખુશ છીએ કે, કારા એકવાર ફરીથી બધું સરખું ખાઈ શકશે.
 

અન્ય સમાચારો પણ છે...